________________
૧૩
લઈ સંધ્યા સમયે પિતાને ઘેર આવી. ત્યારે તેની માતાએ. કહ્યું; હે પુત્રી, ભેજન કર. કન્યાએ કહ્યું હે માતા, શરી.. રની અવસ્થતાને લીધે મને ભૂખ લાગી નથી. પછી તે. રાત્રિના છેલ્લા પહેરમાં ગાયે સાથે વનમાં ગઈ. આ પ્રમાણે તે વિપ્ર કન્યા સદા દિવ્ય વનમાં આરામની માફક કીડા કરતી. એક દિવસ તે કન્યા કલ્પવૃક્ષની છાયામાં સૂતી હતી તેવામાં પાટલીપુર નગરનિવાસી જિતશત્રુ રાજા ચતુરંગ સૈન્ય સહિત. આવ્યું. તેણે નંદનવન સમાન છાયાવાળા વનને જોઈ ત્યાંજ પડાવ નાંખે અને કલ્પવૃક્ષની છાયામાં સિંહાસન સ્થાપી તેના પર આરૂઢ થયે, અને તેણે હાથી ઘોડા અને બળદ પ્રમુખ પશુઓને તથડ સાથે બાંધવા હુકમ કર્યો સૈિનિકે એ શસ્ત્રો પણ શાખા પર લટકાવ્યાં. સૈન્યના અવાજથી વિદ્યુતપ્રભા જાગી ગઈ. ચારે બાજુ સુસજ્જ સૈનિકે, હણહણાટ કરતાં ઘડાઓ અને પર્વતસમાન પડછંદ કાયાવાળા હાથી જોઈ વિસ્મયથી વિહળ બનેલી ચારે બાજુ જેવા લાગી. ત્યારે તેણે પિતાની ગાયો કે જે ગજરાજથી ભય પામી નાસતી હતી તેને જોઈ, ગાયોને પાછી વાળવાના ઈરાદાથી તે બાળા દેડી. તેના દડવાથી વન પણ દોડવા લાગ્યું અને સાથે સાથે ઝાડ સાથે બાંધેલા હાથી, ઘોડા, રથ વિગેરે પણ દોડવા લાગ્યાં આવું કૌતુક જોઈ જિતશત્રુ રાજા વિરમયપૂર્વક વિચારવા લાગે કે આવું આશ્ચર્ય કદી મેં જોયું તો નથી–પણ સાંભન્યું નથી. પછી પૃથ્વી પતિના પેગામથી પ્રધાને જોયું કે, એ ઉદ્યાન કન્યા સાથે દોડતું હતું. બુદ્ધિમાન પ્રધાન વિચારવા લાગે કે ગમે તેમ હોય પણ આ કન્યાનો મહિમા અપૂર્વ લાગે છે તે મંત્રી કન્યા પાસે ગયે અને કહેવા.