________________
so
રાજાએ પૂછયું, “હે મહાભાગ્યવાન? આવી શક્તિ તે ક્યાંથી. પ્રાપ્ત કરી? ત્યારે હરિબલે તેને જલદેવની બધી હકીકત કહી. તે સાંભળી બહુ વિસ્મય પામતે રાજા વિચારે છે, ખરેખર સજજન પુરુષ કોઈપણ સ્થિતિમાં સજજનતા. છેડતા નથી.”
મારી દુષ્ટતા જાણ્યા પછી પણ તેણે મને મોતના મુખ-. માંથી બચાવ્યા છે. તેની જગ્યાએ બીજે કઈ હોય તે મારા રાજપાટ, પુત્રી વિગેરે બધું કજે કરી લેત, પણ અહે! આ મારો મહાન ઉપકારી છે. આ પ્રમાણે હરિબલ માટે મનમાં બહુમાન ધરતે રાજા પિતાને ઘરે આવ્યું અને પૌરજને પણ વિવિધ વાર્તાલાપ અને હરિબલની પ્રસંશા. કરતા સહુ સહુના સ્થાને ગયાં.
અહીં રાજાએ ઉત્તમ રૂપ, ગુણ અને કળાનિધાન જેવી. પિતાની કન્યાનું મોટા ઉત્સાહ, અને આડંબરપૂર્વક હરિબલ સાથે લગ્ન કર્યું, અને કન્યાદાન વખતે પિતાનું આખું રાજપાટ પણ તેને આપી રાજા બનાવ્યો. હવે રાજાનું મન વૈરાગ્યે વળે છે. જીવોને જીવનપલટ થતાં વાર લાગતી નથી–નિમિત્ત મળવું. જોઈએ. સંસારની અસારતા જાણી તે બુદ્ધિમાન પુરુષે સુગુરુ પાસે આવી પ્રવ્રજ્યા લીધી. તે રાજર્ષિએ નિરતિચાર ચારિત્ર પાળ્યું. ઘાતિ કર્મને ક્ષય થવાથી તેમને અપ્રતિપાતિ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અનેક ભવ્ય જીને પ્રતિબધી તેઓ સિદ્ધિગતિને પામ્યા,”
હરિબલ રાજા પિતાનું રાજ્ય ન્યાયપૂર્વક પાળે છે....”
હવે અહીં કાંચનપુરના રાજા વસંતસેન પુત્રીના વિયેગથી. બહુ દુઃખી થયું. તેણે ગામેગામ પિતાના માણસે તેની તપા