________________
ઉલ્લાસ ત્રીજો
ચુલ્લણી પિતાનું ચરિત્ર
• હવે શ્રી સુધર્માસ્વામી વિરપ્રભુએ કહેલું ચુલ્લણું પિતાનું ચરિત્ર જંબુસ્વામીને કહે છે – - આ ભરત ક્ષેત્રનાં અલંકાર જેવી વિવિધ રત્નોથી વ્યાપ્ત . અને સુવર્ણ કળશેથી પૃથ્વીપીઠને શેભાવનાર વારાણસી -નામની નગરી છે. તેમાં જિતશત્ર નામે રાજા પ્રજાનું સારી રીતે પાલન કરતું હતું. તે નગરમાં જ ચુલપિતા -નામે ગૃહસ્થ વાસ કરતે હતે. તેને અતિ સુંદર તેમજ પતિપરાયણ શ્યામા નામની પત્ની હતી. તે નગરમાં કોષ્ટક નામનું એક યક્ષનું મંદિર હતું.
તે શ્રેષ્ઠીનું આઠ આઠ કોડ દ્રવ્ય વ્યાજમાં, વાણિજ્યમાં અને ભૂમિમાં નિધાન રૂપે રોકાયેલું હતું. વળી તેના ઘરમાં ગાયના આઠ ગોકુળ હતાં. બીજું, આણંદની માફક તેની પાસે અઢળક દ્રવ્ય-લક્ષમીને વિસ્તાર હતો. તે પિતાની ભાર્યા શ્યામા સાથે અનેક પ્રકારના સુખ સેવા સમય, વિતાવતે હતે.