________________
સુરસેન અને મહાસેનની કથા
પૂર્વે ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં બહાદુરેમાં અગ્રેસર, ન્યાયવાદી અને પ્રજા પ્રેમી પિતાના ખરેખરા અભિયાનને ધારણ કરનારે વીરસેન રાજા રાજ્ય કરતો હતે. તેને કમળ કાયાવાળી કમલાવતી નામની પટરાણી હતી. તેની કુખથી બ્રહ્માંડ રૂપી પુરુષના કર્ણ કુંડળ સમાન સૌંદર્યવાન સૌભાગ્યશાળી પરસ્પર ગાઢ નેહવાળા હાઈ કૃષ્ણ–વસુદેવની જેડ જેવા સુરસેન અને મહાસેન નામના બે પુત્રરત્ન ઉત્પન્ન થયા. જેમ જેમ તેમના અંગે વિકસતાં ગયાં તેમ તેમ તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા ચાતુર્ય અને કળામાં પણ નિપુણ થતા ગયા.
એક દિવસ કર્મને મહાસેનની જીભમાં કઈ વિચિત્ર રેગ ઉત્પન્ન થયો. તેની અત્યંત પીડાથી તે નારકીની જેમ પુકાર કરવા લાગ્ય; એનું આકંદ સાંભળી કઠેરહૃદયી માનવ પણ પીગળી જતું. તેને જોનારને તેના પર અત્યંત કરુણું ઉત્પન્ન થતી. રાજાએ તેના રોગના નિવારણ માટે અનેક વૈદ્યોને બોલાવ્યા પણ જેમ જેમ ઉપચાર થતો ગયે