________________
૧૭૯
થક્ષ પ્રત્યક્ષ થઈ કહેવા લાગેઃ “હે રાજન! નિશ્ચય તું ધન્ય છે. કૃતપુણ્ય છે, ત્રણે લેકમાં પૂજનીય છે, તારું ચિત્ત પૌષધમાં અત્યંત સ્થિર છે. હે રાજન હું આ મંદિરમાં રહેતા ધનંજય નામને યક્ષ છું. મેં તારી બહુ વિટંબણા કરી છે. માટે તું ક્ષમા કર. વળી હે રાજન સાંભળ વૈતાઢય પર્વતના દક્ષિણ ભાગમાં ગગનવલ્લભ નામનું નગર છે. ત્યાંના ખેચરાધિપતિએ તારી શ્રીકાન્તાનું હરણ કર્યું છે. તે દુષ્ટ
જ્યાં તેનું શિયળ ખંડન કરવા જાય છે ત્યાં તે, કુદરતી ફટકે પડવાથી મૃત્યુ પામે છે. અત્યારે તારી શિયળવંતી નારી શ્રીકાન્તા એકલી બેઠી વિલાપ કરે છે. હું હમણાં તેને લઈ આવું છું.” એમ કહી યક્ષ ગયે. અને શ્રીકાન્તાને લઈ આવ્યું. પછી રાજાએ સવાર થતાં પૌષધ પાર્યો અને પત્ની સહિત ચક્ષ સાથે પિતાના નગરમાં આવ્યો.
યક્ષે રાજાને સિંહાસન પર બેસાડી સુવર્ણ મણિની વર્ષા કરી પછી રાજાની સ્તુતિ કરતે સ્વસ્થાને ગયે. અહીં રાજા રણશુર, ધર્મશૂર બની આદરપૂર્વક ધર્મારાધન કરવા લાગે. પર્વતિથિએ પૌષધ કરતે સુખે રહેવા લાગ્યું, પછી અનશનપૂર્વક મૃત્યુ પામી બ્રહ્મદેવલેકમાં મહાસમૃદ્ધિશાળી અમૃતપ્રિય નામને દેવ થયે. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં કેવળજ્ઞાન પામી મુક્તિએ જશે.
| | ઇતિ રણશર કથા સમાપ્ત .
હવે પ્રભુ કહે છે, હે ભવ્ય ! રણશર રાજાનું આવું દૃષ્ટાંત સાંભળી તમે પૌષધવ્રતમાં આદર કરે. તે સાંભળી આણંદ પિષધવત લઈ બારમું અતિથિસંવિભાગ નામનું