________________
૧૯૫ વગરને જનાવર છે કે જેથી તારા પિતાથી છેતરે છે.” રત્નસાર બે, “હે કિન્નર ! શી રીતે મને મારા પિતાએ છેતર્યો?” તે કિન્નર બલ્ય, સાંભળ!
... તારા પિતાને દીપાંતરને એક અશ્વ મળે છે તે વણે શ્યામ, શરીરે કૃષ ટૂંકા કાનવાળો અતિ ચપળ સ્કૂલ સ્કધવાળે અને પોતાના સ્વામીને વિજય કરનાર છે કહ્યું
निर्मासं मुखमंडले परिमितं, मध्ये लघु कर्णयोः, स्कंधे बंधुरमप्रमाणमुरसि, स्निग्धं च रोमोद्गमे ॥ पीनं पश्चिमपार्श्वयोः पृथुतरं पृष्ठं प्रधानंजये, राजा वाजिनमारुरोह सकलैर्युक्तं प्रशस्तैर्गुणैः ॥१॥
અર્થ?—દુબળા મુખવાળા, દુબળી કમરવાળાં, ટૂંકા કાનવાળાં, સ્થૂલ સ્કધવાળા, વિશાળ વક્ષઃ સ્થળવાળા, નિબિડ રૂંવાટીવાળા, બને પડખાં અને પાછળનો ભાગ જેને પુષ્ટ હોય તેવા અને વેગવાન ગતિવાળા વગેરે ઉત્તમ ગુણોથી અલંકૃત એવા અશ્વ પર રાજાએ બેસવું. તે પર આરુઢ થનાર પુરુષ પવનની માફક એક દિવસમાં ચારસો ગાઉની મંજલ કાપે છે. વળી સાત દિવસમાં સમગ્ર પૃથ્વીનું પરિભ્રમણ કરી ઘેર પાછો આવે છે.
અરે મૂઢ આવે અશ્વ તારા પિતાએ ઘરમાં એકાન્ત સ્થાને સંતાડી રાખે છે. તે તું ક્યાંથી જાણે? ફૂટ વિક– પોથી શા માટે મને દુષિત કરે છે?? જ્યારે તું તે અશ્વને મેળવીશ ત્યારે જ હું તારી ધીરતા ને વીરતા જાણીશ.” એમ