________________
૨૫૦ હવે અહીં આ વાતની ચોરને ખબર પડી તેથી તેણે શ્રાવકને વેશ પહેર્યો. ઉત્તરી ય ખભે નાખી, હાથમાં પુષ્પ ચંદન, ચોખા, બદામ વગેરે લઈ ચૈત્યવંદન કરવા વિર પ્રભુના મંદિરે આવ્યું. તે જોઈ જિનરક્ષિત શ્રાવકે સાધર્મિક ભાવથી પૂછયું, “હે શ્રાદ્ધોત્તમ ! તમે ક્યાંથી આવ્યા? અને ક્યાં જવાના છે ?” તે બોલ્યો, , હું જિનદાસ નામક શ્રાવક છું. ચંપા નગરીમાં વસું છું, મને ચારિત્ર લેવાની ઉત્કટ ભાવના છે. હું હમણાં તીર્થયાત્રા કરવા નીકળ્યો છું. શ્રી શત્રુંજ્ય, રૈિવતગીરી, સમેતશિખર, મથુરા, અયોધ્યા, અને કલિકુંડાદિ
સ્થાનોમાં તીર્થયાત્રા કરી હાલમાં હું અહીં આવેલ છું. તે સાંભળી જિનદત્ત શ્રાવક નમસ્કાર કરી તેની પ્રશંસા કરવા લાગ્યુઃ “હે શ્રાવક! તમે ધન્ય તથા કૃતપુણ્ય છે, તમારું જીવન પણ સફળ છે; કેમકે જિનદર્શનમાં તમને અત્યંત અનુરાગ છે. વળી તે શ્રાવક ! તમે ચાલે મારા ઘરે ત્યાં આપણે સાથે ચૈત્યવંદન કરીશું.” એમ કહી જિનરક્ષિત તેને પિતાના ઘેર લાવ્યું. ચિત્યવંદન કરી, તે બોલ્યો, “હે સાધર્મિક બાન્ધવ ! આજે તમે અહીં જ જમજે.તે ધૂર્ત બોલ્યઃ “બીજાને ઘેર ભોજન કરવું હું ઉચિત નથી સમજતો. જિનરક્ષિત બોલ્યા, “હે બધે! જિન ધર્મથી વાસિત અંતઃકરણવાળાએ પોતાના અને સાધર્મિકના ઘરમાં ભેદ ન સમજ જોઈએ.” જિનરક્ષિતના અતિ આગ્રહથી તેણે જમવાનું સ્વીકાર્યું જમ્યા પછી જિનરક્ષિતે ધૂને કહ્યું “હે શ્રાવકત્તમ! જ્યાં સુધી તમારી અહીં સ્થિરતા હોય ત્યાં સુધી તમે મારા ઘેર જ રહો. જિનરક્ષિતના અતિ આગ્રહથી તે પણ તેણે સ્વીકાર્યું. ત્યારબાદ જિનદત્ત બોલે, રાજાએ મને ચોરની