________________
૯૫
પ્રભુ કહે છે “હે ભવ્ય લોકે ! આવા આશ્ચર્યકારી લક્ષમીપુંજના દૃષ્ટાંતને સાંભળી, દુર્ગતિના મૂળરૂપ ચોરીને છેડી ઉભયલેકમાં સુખ સંપત્તિ સમર્પનાર અદત્તાદાન વિરમણ વ્રતને ગ્રહણ કરે. તે સાંભળી આણંદ શ્રાવકે ત્રીજું અદ્દત્તાદાન વિરમણ વ્રત સ્વીકાર્યું. તેનો આલા આ પ્રમાણે –
' थूलग अदत्तादाणं समणोवासगो पच्चक्खाइ, से अदत्तादाणे दुविहे पन्नते, तं जहा। सच्चितादिन्नादाणे अच्चितादिन्नादाणे, थुलअदत्तादाणवेरमणस्स समणोवासएणं पंचअइयारा जाणियव्वा, न फासिअव्वा तं जहा। तेनाहढे तकरपओगे, लोअविरुद्धगमण अइआरे कूडतुलकूडमाणं तप्पलिरूवं વિવેકુ છે
શ્રાવકને સ્થળ અદત્તાદાનનું વ્રત હોય છે. તે બે પ્રકારે છે. (૧) સચિત્ત અદત્તાદાન અને (૨) અચિત્ત. આ વ્રતના પાંચ અતિચાર છે, જે શ્રાવકે જાણવા પણ આચરવા નહિ.
ચાર લેકે એ ચેરેલી વસ્તુ લેવી, ચાર લોકો સાથે વ્યાપાર કરવો, લક વિરુદ્ધ કાર્ય કરવું, ખાટા માપતોલ રાખવાં, તથા સારી ખોટી વસ્તુનો ભેળસેળ કરે, આ પાંચ અતિચાર શ્રાવકે વર્જવા. - પ્રભુના વચન સાંભળી આનંદ પામેલ આણંદ શ્રાવક કહે છે, “હે કરુણ સાગર! હવે ચોથા વ્રત વિષે કાંઈ કહો.”
પ્રભુએ કહ્યું હે શ્રેષ્ઠી સાધુઓને સર્વ સ્ત્રીઓનો નિષેધ છે અને શ્રાવકને પોતાની પત્ની સિવાય અન્ય પર સ્ત્રીને નિષેધ હોય છે. શ્રાવક મન વચન કાયા વડે પરસ્ત્રીનો ત્યાગ કરે છે, આ પ્રમાણે જે સ્ત્રી પુરુષ ત્રિકરણ શુદ્ધિથી ચેથા અણુવ્રતને પાળે છે, તે ત્રણે ભુવનમાં પૂજનીય થાય છે. અને મદિરાવતીની માફક સૌભાગ્ય, સુખ સંપત્તિનું સ્થાન અને ઉત્તમ ગતિ પામે છે –