________________
કહેલું વૃતાંત સાંભળી લક્ષ્મીપુંજ ડીવાર મૂછિત થયો, અને જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવે પૂર્વભવ જેવા લાગ્યો. સચેતન થઈ વિચારે છે. અહે! હજી સુધી મને ખબર ન પડી કે હું કોણ છું અને ક્યાં વસું છું? આઠે કર્મનાં બારણું રૂપ આઠે સ્ત્રીઓ સાથે, કુસુમાયુધની માફક મેં મારે અણમોલ -વખત ગુમાવ્યો.
* મદમસ્ત હાથીના ગંડસ્થળ ફોડી નાખે એવા નૂર જવાહર પૃથ્વી પર મોજુદ છે. કેટલાંક પ્રચંડ સિંહનો વધ કરનવામાં પણ કુશળ છે, પરંતુ તે બળવાની સમક્ષ આગ્રહથી હું કહું છું કે “કંદપનાં દપને ઉતારનારાં (મનુષ્ય) પણ વિરલા જ છે.” - વૈરાગ્ય રૂપી રંગમાં રંગાયેલે લક્ષ્મીપુંજ દુનિયાના દરેક બંધન મૂકી સંયમ લેવા ચાલી નીકળ્યો.
લક્ષમીપુંજ મુનિ દીક્ષા લઈ પૃથ્વી પર વિચરતાં શુભ ભાવે નિરતિચાર ચારિત્ર પાળી, આયુષ્ય પૂર્ણ કરી, અશ્રુત નામના “૧૨ મા દેવલોકમાં દેવ થયા, ત્યાંથી ચવી તભવ મોક્ષગામી નરભવ પામી દીક્ષા લઈને શિવપદ પામશે......
* | ઇતિ “લક્ષમીપુંજ કથા સમાપ્ત છે