________________
૩૦ ગ્રીષ્મકાળમાં સાકરવાળું પ્રાસૂક જળ મુનિરાજને વહરાવ્યું, તે પુણ્યના પ્રભાવમાંથી તે ધનદેવનો જીવ, તે હું, દેવ થયે છું, લધુ બંધુ ધનમિત્રે પણ ઈશુરસ મુનિને વહેરાવ્યો હતે. તેના પ્રભાવથી મૃત્યુ પામી તું સિંહલકુમાર થયે. મુનિદાનના પ્રભાવથી તે ચાર સ્ત્રીઓ સાથે ઘણી સંપત્તિ પ્રાપ્ત કરી. છે, પરંતુ તે પંડિત ભાવે વહોરાવેલું તેથી તેને વિરહ થયેલે; તું મહાસમુદ્રમાં પડ્યો ત્યારે મેં તને તાપસાશ્રમમાં પહોંચાડ્યો હતો. અને સર્પ રૂપે કરડી મેં જ તને કુજ્જ બનાવ્યું હતો. એમ કહી દેવ આકાશ માર્ગે જતો રહ્યો. તે સાંભળી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું.
પછી પ્રમુદિત થયેલા રાજાએ મહોત્સવ પૂર્વક પિતાની પુત્રીનું કુમાર સાથે લગ્ન કર્યું, અને ક્રોધિત થઈને મંત્રીને દેશવટો આપે. કેટલાક દિવસ આનંદમાં વ્યતીત કરી કુમાર રાજાની અનુજ્ઞા લઈ પોતાની ચારે પત્નીઓ સાથે ગગનગામિની ખાટલી પર બેઠે. તેને વિદાય આપવા રાજાદિ સાથે સૌ નગરનિવાસીઓ હર્ષભીની આંખે ભેગાં થયા હતાં. પછી, સર્વેની સામે તે ખાટલી આકાશમાં ઊંચે ઊડી એ વખતે રંગબેરંગી વસ્ત્રાભૂષણેથી વિભૂષિત થયેલી ચારે કન્યા અપ્સરા જેવી દેખાતી હતી, વિમાન જેવી ખાટલી પર બેસી રાજકુંવર અનુક્રમે સિંહલદ્વીપે આવી પહોંચ્યા. ત્યાં કુમારના આગમનથી તેના માતાપિતાને અત્યંત આનંદ થયે. ત્યારબાદ સિંહલેશ્વર, રાજાએ મહત્સવપૂર્વક સિંહલસિંહને રાજ્યાભિષેક કર્યો.
હવે સિંહલસિંહ ભૂપાળ બળ, બુદ્ધિ અને ચાતુર્યથી શક્ય કરતે ગેરડીના પ્રભાવે પ્રજાનાં દારિદ્રયને ચૂરત અને