________________
* ૨૩૪ તારું જીવન સફળ છે, જિનધર્મમાં તારી આવી દઢતા જોઈ તારા પર બહુ પ્રસન્ન થયો છું, મેં તને ઘેર ઉપસર્ગોથી અતિ પીડા ઉપજાવી છે, હે દયાળુ ! તે સર્વ મારા પર કૃપા કરી ક્ષમા કર. સૌધર્મેન્દ્ર તારી પ્રશંસા સાચી જ કરેલી તે આ પ્રમાણે હે દે! ભરતક્ષેત્રની ચંપાનગરીમાં જે કામદેવ નામક શ્રેષ્ઠી વસે છે તેને ધર્મથી ચલાયમાન કરનાર આ જગતમાં કોઈ નથી. તે સાંભળીને મેં અમરસેન નામનો દેવે વિચાર્યું કે દેવે આગળ મનુષ્ય શી વિસાતમાં છે? એમ વિચારી મેં અહીં આવી તને ઘેર ઉપસર્ગો કર્યા; કિન્તુ તારું મન મેરુશિખર સમ નિશ્ચલ રહ્યું.” એમ કહી તે કામદેવને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરી જિનધર્મની પ્રશંસા કરતો સ્વસ્થાને ગયે. ' અહીં કામદેવે પિતાને નિરુપસર્ગ જોઈ કાર્યોત્સર્ગ પાળે, તે પ્રાતઃકાળે પ્રભુને સમવસરેલા જાણી ત્યાં વંદનાથે ગયે, વિધિપૂર્વક વાંદી દેશના સાંભળવા બેઠે. દેશનાના અંતે દેવ મનુષ્યની વચમાં પ્રભુ બોલ્યાઃ “હે કામદેવ ! ગઈ રાત્રે દેવે પિશાચ, હસ્તિ અને સર્પાદિ રૂપે વિમુવી તને બહુ ઉપસર્ગો કર્યો, પરંતુ તું ધર્મધ્યાનથી જરાએ ચલાયમાન ન થયે, માટે તું શ્રાવકવર્ય છે.” પ્રભુ બેલ્યા, “હે સાધુસાધ્વીઓ ! આ પ્રમાણે શ્રમણોપાસકે પણ દુઃસહ પરિસહ સહન કર્યા માટે તમારે તે વિશેષ પ્રકારે સહવાં જોઈએ. તે સાંભળી કામદેવે વીર પ્રભુને કેટલાક ધર્મ વિષયના પ્રશ્નો પૂછળ્યા, પછી પ્રભુને વાંદી પોતાના ઘેર આવ્યું. 2. શ્રી વર્ધમાનસ્વામી પણ ભવ્ય જીના હૃદયમાં બધી