________________
૨૭૮ કોણ છે? અને ક્યાંથી આવી છે?” તે બોલી: આ સાતે વિદ્યાધર-પુત્રીઓ છે. એક વખત વિદ્યાધરે કઈ નૈમિત્તિકને પૂછ્યું, “મારી આ પુત્રીઓના પતિ કેણુ થશે ? તે બોલ્ય,
હે ખેચર! કુંવરીઓ આ નાકટ્ટીને આપી દે તેની પાસે આ કુંવરીઓના પતિ સ્વયં આવશે. માટે હે પુરુષ! તમારા વિવાહ માટે જ હજી સુધી મેં આ યથાવત સાચવી રાખી. છે. આ મખમલી શય્યાથી શુભતા સુકમળ પલગ, આ. ચિત્રશાળાઓ આ સુગંધી દ્રવ્યથી પરિપૂર્ણ શયનગૃહ સાથે આ મહેલ પણ તમારા માટે જ છે. અહીંયા રહીને તમે આ કન્યાઓ સાથે વિષયસુખનું સેવન કરે. આ સાતે પવનગી અ પર બેસી પૂર્વદિશા પ્રવજી બાકીની દિશાએમાં સ્વેચ્છાએ વિહાર કરે. તે સાંભળી વિષયાનુરાગી સાતે પુરુષે તે સાતે કન્યારૂપી કુસુમનું ભ્રમર થઈ ભાન ભૂલી પાન કરવા લાગ્યા. કદી તેઓ હિંડેળા પર કીડા કરતા; કદી. ઉપવનમાં જઈ પુપે ચૂંટતા. અને કદી તેઓ જલક્રીડા કરતા સંતાકૂકડી આદિ રમત પણ તેઓ કદી રમતા.
હવે એક દિવસ સાતે પુરુષ એકઠા થઈ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે, આ વૃદ્ધાએ અમને પૂર્વ દિશામાં જવાની. શા માટે ના કહી હશે? માટે ચાલે આપણે ત્યાં જ જઈએ. એમ વિચારી એક દિવસ સવારમાં સાતે અશ્વ પર સાતે જણું સવાર થઈ પૂર્વ દિશામાં ચાલી નીકળ્યાં. થોડેક ચાલ્યા હશે–ત્યાં સમગ્ર ભૂવલય મનુષ્યના મસ્તકથી છવાયેલું જણાયું...
જ્યાં જુઓ ત્યાં એકલાં મસ્તકે જ નજરે પડતાં. આ જોઈ તે સાતે ભયભ્રાંત થઈ એકબીજાનું મુખ જેવા લાગ્યા. ધિષ્ટ. (સૂર) ને તે ખાતરી થઈ કે આપણે જરૂર કોઈ શાકિનીના