________________
૩૫૪
T
રેવતીને સત્ય કહ્યું; પણ તે વચન અપ્રિય–પીડાકારી હતું. માટે તું તેને આલેાચી મિથ્યાદુષ્કૃત આપ, કેમકે ગુરુ સમક્ષ સર્વ પાપની આલેાચના લેનારો પુરુષ સાધુપદને પામે છે. અને આલેચના નહિ લેનારની ગુણપક્તિ વૃદ્ધિ પામતી નથી. ભગવાન ગૌતમે કહ્યા મુજખ મહાશતકે આલાચના લઈ, ખમાવી, તે નિમિત્તે પ્રાયશ્ચિત કરવા લાગ્યા. અને પાપની શુદ્ધિ કરી.
અહી ગૌતમસ્વામી પ્રભુ પાસે આવ્યા, એટલે પ્રભુ આ ભવ્યના ઉદ્ધાર જાણી દેવદાનવાથી પરિવરી અન્યત્ર વિહાર કરી ગયા. તે મહાશતક શ્રાવક વીશ વર્ષ પર્યંત શ્રાવક ધમ પાળી, એક માસનું અનશન લઈ શુભધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતા મૃત્યુ પામ્યા. અને પહેલા દેવલાકના અરુણાવત"સક નામના વિમાનમાં ચાર પક્લ્યાપમના આયુષ્યવાળા સમૃદ્ધિશાળી દેવ થયેા. ત્યાં તે દિવ્ય નાટક જોતા દેવાંગનાઓ સાથે વિવિધ ક્રીડા કરતા સ્વેચ્છાએ વિહાર કરતા અનેક પ્રકારના સુખા અનુભવતા રહેવા લાગ્યા. કહ્યું છે કે ઃ—
देवाण देवलोए जं सुख्खं तं नरो सुभणिओवि ॥ न भइ वाससणंवि, जस्सवि जीहासयं हुज्जा ॥१॥
અર્થ : દેવલાકમાં રહેલા દેવાને જે સુખ મળે છે, તે સુખને સેા જીલવાળા મનુષ્ય સા વષ સુધી કહે તે પણ યથા વર્ણવી શકે નહી:
ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “હે ભગવન્ ! તે