________________
૨૦૯ આકાશથી ઊતરવા લાગે. તે જોઈ પોપટ ભયથી કુમારના ખેળામાં સંતાઈ ગયે. વિદ્યાધર કુમાર પાસે આવી ગર્જના કરવા લાગ્યું, “અરે રંક ! મારી નજરથી દૂર જા. નહિતર. મરી જઈશ. મારા પ્રાણરૂપ આ હંસલીને ખોળામાં શું લઈ બેઠે છે? જો તને જીવવાની આશા હોય તે આ હંસીને મને જલદી પાછી આપ અને તું પિબારા ગણી જા. અન્યથા આ ખગથી તારું મસ્તક છેદી નાખીશ.”તે સાંભળીને અને એની વિકરાળ મૂર્તિ જોઈ પિટ, તિલકમંજરી, મેર અને હંસી ભયને લીધે કંપવા લાગ્યાં. પછી ધીર ગંભીર કુમાર હાસ્ય વેરતે બેલે, “અરે મૂઢ! તું બાળકની માફક મને શા માટે ભય આપે છે? તારા ભસવાથી બીએ તે બીજા. અહીં તો અમે કેઈથી બીતા નથી–ડરવાની મને ટેવ જ નથી.
- મારા શરણે આવેલી હંસીને લઈ જવા તું તે શું પણું ખુદ વિધાતા પણ અસમર્થ છે–શું તું વિકરાળ વિષધર પાસેથી મણિ લેવા ઈચ્છે છે? જતો રહે અહીંથી નહિ તે તારા દશે મસ્તકેનો ભેગ દશે દિશાઓને આપીશ. એટલામાં દેવરૂપે રહેલો એર પિતાના સાચા સ્વરૂપમાં આવ્ય, વિવિધ પ્રકારનાં શસ્ત્રો વિકુવી બોલ્યા, “હે કુમાર ! તમે નિઃશંક થઈ આ નાદાન સાથે યુદ્ધ કરે, હું તમારો સહાયક થઈ શસ્ત્રો પૂરાં પાડીશ, અને આ દુષ્ટને ભુક્કો બોલાવીશ.”તે સાંભળી કુમારને બમણો ઉત્સાહ થયે. તિલકમંજરીને હંસી સોંપી પિતે અશ્વ પર આરૂઢ થયો અને દેવના દીધેલા દિવ્ય ધનુષ્યને હાથમાં લઈ ટંકાર કર્યો, તે સાંભળી, ખેચર સેના ચમત્કાર ૧૪