________________
૨૧૧
કે પાછું વળીને જોયું પણ નહીં, પ્રાણ કેાને પ્યારાં ન હોય ? સુભટાએ વિદ્યાધરની પૂઠ પકડી. ધના માહાત્મ્યથી કુમાર વિજય પામ્યા. દેવતા સાથે કુમાર ચૈત્યમાં આવ્યો. કુમારનું અદ્ભુત ચરિત્ર જોઈ હષથી પુલિત વનવાળી તિલકમજરી વિચારે છે કે નિશ્ચય આ યુવાન જગતના પુરુષાની મધ્યમાં રત્નરૂપ છે. શુ' તેની વીરતા, ધીરતા અને ગંભીરતા ! તથા તેની મુખમુદ્રા માનવીના મનને મેહ પમાડે તેવી નથી શું ? જો આ યુવાન મારે પિત થાય અને મારી બહેન મને મળે તે હું પેાતાને મહા પુળવાન માનુ. એટલામાં કુમાર ચૈત્યમાં આવ્યે. બધાંએ તેને ધન્યવાદ આપ્યા. ત્યારપછી કુમારે હુંસીને તિલકમંજરીના ખેાળામાંથી લઈ પેાતાની પાસે બેસાડી અને પૂછ્યું, “હું હુંસી ! ખરેખર કહે, તુ કાણુ છે ? વિદ્યાધરે શા માટે તારું હરણ કરેલું ? તારુ સ વૃતાંત મને કહે. હંસી ખાલી, “ હે સ્વામિન્! હું મારું સઘળું ચરિત્ર કહ્યું, આપ સાંભળો. ”
''
27
*
વૈતાઢય પર્યંત પર રથનુપુર નામનું નગર છે ત્યાં સદન નામના ખેચરેન્દ્ર રાજ્ય કરે છે. એક દિવસ તે આકાશમાર્ગે ક્રૂરતા કરતા કનકપુરના વન પરથી ચાલ્યા જતા હતા તેવામાં તેની દૃષ્ટિ વનમાં ઝુલતી રાજપુત્રી અશાકમજરી પર પડી. વસંતઋતુના વાયુથી કાળાભમ્મર જેવા વાળ સાથે જેનું ઉત્તરીય પણ આમતેમ ઊડી રહ્યું હતું, એવી રૂપ લાવણ્યની પ્રતિમા જેવી અશાકમજરીને જોઈ કામાતુર થયેલા વિદ્યાધરે તેનું હરણ કર્યું. તે જોઈ તે ખાળા કરુણુસ્વરથી ચીસ પાડતી રુદન કરવા લાગી.