________________
૨૪૮
દૂર રહે, તે ચોરને હું પિતે જ જોઉં છું કે તે દુષ્ટ મારાથી બચીને કયાં જાય છે? હું પિતે જ તેને પકડીશ.”તે સાંભળી કેટવાલ બોલ્યો, “હે સ્વામિન! એમાં શું સંદેહ? કેમકે મેઘના વરસવાથી દુભિક્ષ કયાં સુધી ટકી શકે.
આ વાતને જાણુ સહસંમલની માતા તેને કહેવા લાગી; “હે પુત્ર ! હવે આજ તારા જીવિતમાં મને સંશય છે, કેમકે ક્રોધિત થયેલા રાજાએ જ તને પકડવાની પ્રતિજ્ઞા કરી છે.” તે સાંભળી ચાર બોલ્યો, “હે અંબે ! તારે જરા પણ ગભરાવાની જરૂર નથી. “રાજા બાજા મારે આંટા” એમ કહી તેણે અંગમર્દકનો વેષ તૈયાર કર્યો. રાતના તે રાજદ્વારે આવી દ્વારપાલને કહેવા લાગ્યો, “હે પ્રતિહાર્ય! તું જઈ રાજાને ખબર આપ કે, “દેશાન્તરથી કઈ કલા-કુશળ અંગમર્દક આવ્યો છે. તે દરવાજા પર આપને મળવાની ઈચ્છાથી ઊભે છે. જે આપની આજ્ઞા હોય તે અહીં આવે.” તે સાંભળી દ્વારપાળે રાજાને નિવેદન કર્યું. રાજાએ કહ્યું એને આવવા ઘો. થોડીવારમાં સહસ્ત્રમલ આવી બોલ્યો, “મહારાજા જય પામે! વિજય પામે !!” પછી તે સવિનય બોલ્યો, “હે રાજ ! આપ મારા કલા-કૌશલને જુઓ.” તે સાંભળી રાજાએ પિતાનાં આભરણે ઉતારી એક બાજુ મૂક્યાં, અને પિતે પલંગ પર સૂતો. પછી ચારે રાજાને એવું માલિશ કર્યું કે તે તરત નિદ્રાને શરણ થયો. રાજાને ઘેર નિદ્રામાં ઘેરતો જોઈ ચેરે તેનાં સર્વ આભૂષણ ઉપાડ્યા ને નીચે ઊતરી દ્વારપાળને સલામ ભરી ઘેર આવ્યો. અને બધાં આભૂષણે માતાને આપી પિતે આરામથી સૂઈ ગયો.