________________
શ્રી ધર્મસૂરિ નામના આચાર્યને ધર્મોપદેશ આપતા જોયા. કેશવ તેમની પાસે જઈ ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરીને. ચચિત સ્થાને બેઠે. અહિંસાકેતનગરીને રાજા ધનંજય ગુરુવંદન. કરવા માટે ત્યાં આવ્ય, વંદન કરી ધર્મ સાંભળવા બેઠે. દેશના સમાપ્ત થયા પછી રાજાએ ગુરુને પૂછ્યું, “હે ભગવન! જરા રૂપ રાક્ષસી આવી પહોંચી છે. તેથી મારું શરીર પરાભૂત છે. આ દુનિયા મને ચારે બાજુથી ખાવા દોડતી હોય તેવી લાગે છે. પ્રવજ્યા લેવા ઘણા દિવસથી અભિલાષા છે. પણ શું કરું? પુત્ર વિના રાજ્ય કેને સંપું? આ ચિંતાથી હું ઘણે દુઃખી છું, પણ હે પુજ્યવર! ગઈ રાતે હું સુખપૂર્વક શય્યામાં સૂતો હતો ત્યારે એક દિવ્ય પુરુષે મને કહ્યું હે રાજન ! તું ચિંતા ન કર, પ્રાતઃકાળમાં તું ગુરુવંદન કરવા માટે જજે. ત્યાં ગુરુ સમીપે જે પુરુષ દષ્ટિપથ થાય તેને રાજ્ય આપી સુખપૂર્વક દીક્ષા લેજે. આમ કહી તે પુરુષ અદશ્ય થયે, હું પણ ત્યારબાદ જાગી નિત્યકર્મ કરી આપની પાસે આવ્યો છું. હે પ્રભુ! કાંઈ સમજાતું નથી કે મારે હવે શું કરવું હવે તો આપ જ રસ્તે બતાવે.” ત્યારે સૂરીશ્વરે કેશવની વહુનદેવે કરેલી પરીક્ષા સહિત સંપૂર્ણ રાત્રિભોજન વ્રતનું વૃતાન્ત રાજાને સંભળાવ્યું, અને કીધું કે આ રહ્યો તે કેશવ. ગુરુએ બતાવેલા કેશવને જોઈ હર્ષિત થયેલ રાજાફરીથી ગુરુને પૂછે છે, હે ભગવન્! રાત્રિએ મને પૂર્વોક્ત વૃત્તાન્ત કેણે કહ્યું. ગુરુએ કહ્યું હે રાજન ! જે દેવતાએ કેશવની પરીક્ષા કરેલી, તેણે જ ખુશ થઈ તને કહ્યું છે, તે સાંભળી અત્યંત પ્રસન્ન થયેલું. રાજા કેશવને રાજહસ્તિ પર આરૂઢ કરી બહુ ધામધૂમથી પિતાની સાથે રાજ