________________
૧૩૫ આથી ચારુદત્ત મનમાં બબડે છે. મનોહર વૃક્ષોથી વ્યાપ્ત ખાંડવ નામના વનને બળવાન અને બાળી નાખ્યું, પવનપુત્ર હનુમાને રાવણની સુવર્ણમય લંકાને ભસ્મીભૂત કરી નાખી, અને મહાદેવે કામદેવને બાળી નાખે, પરંતુ કેને પરિતાપ ઉપજાવનાર આ દારિદ્રને કેઈએ ન બન્યું. ખરી રીતે આ જ બાળવા જેવું હતું, માટે આ મહાપુરુષોએ મેટી ભૂલ કરી છે; પુત્રરહિત પુરુષનું ઘર શન્ય હોય, ભાઈ વિગેરે બંધુઓથી રહિતની દિશાઓ શૂન્ય હાય, મૂર્ખ માણસનું હૃદય શૂન્ય હાય, પણ મારા જેવા દરિદ્રને તે સર્વ શૂન્ય ભાસે છે. આમ અનેક વિચારવમળમાં ગોથાં ખાતે ચારુદત્ત વેશ્યાનું ઘર મૂકી ચાલતો થયે.
નગરવાસીઓને પૂછતે પૂછતા તે પિતાના ઘરે આવ્યા, ત્યાં તે પિતાના ઘરની જીર્ણ અવસ્થા જેઈ વિસ્મય પામે, તેણે કઈ પુરુષને પૂછ્યું, “હે ભાઈ ! આ મકાન કેનું છે?” ત્યારે તે બોલ્યો, આ મકાન ભાનુશ્રેણીનું છે, તેમના પુત્ર ચારુદત્ત માટે તેઓએ પોતાનું બધું દ્રવ્ય ખલાસ કર્યું, તે ચારુદત્ત એક વેશ્યાને ત્યાં વસે છે, અંતસમયે ભાનુશ્રેષ્ઠીએ તેને બોલાવ્યું હતું પણ તે ત્યાંથી ન આવ્યું. તેના ન આવવાથી શેઠ-શેઠાણીને ઘણે આઘાત થયો. ચારુદત્ત બેલ્યો; “ પણ તેઓ ગયા છે કયાં?” તે પુરુષે કહ્યું, “જ્યાં વહેલું મોડું બધાને જવાનું છે ત્યાં, “શું મારા પિતા તેમજ માતુશ્રી મૃત્યુ પામ્યા ! ધિક્કાર છે મારા જેવા કુપુત્રને જેણે વેશ્યાના વ્યસનમાં પડી બધું ધન નાશ કર્યું . અને પછી તેઓના પ્રાણ પણ લીધાં આમ તે દુઃખના દરિ