________________
૧પપ પામતે તે પુણ્યાત્મા આયુષ્ય પૂર્ણ કરી પહેલા દેવલેકમાં દેવ થશે. ત્યાં રહીને પણ તે જિનપૂજા સ્નાત્ર વગેરે કરતો સમ્યકત્વને નિર્મળ કરવા લાગે.
- એક વખત તે વિચારવા લાગ્યું કે અહીંથી ઍવી. જિનધર્મયુક્ત કઈ શ્રાવકને ત્યાં જન્મે તે સારું. વળી મુનિ બેલ્યા, “હે રાજન્ ! તારા નગરમાં બાર વ્રતને ધારણ કરનાર, પરસ્ત્રીનો ત્યાગ કરનાર, બાવીશ અભક્ષ્ય તેમજ બત્રીસ અનંતકાયોને ત્યાગ કરનાર અને જિનધર્મારાધન. કરનાર સુબુદ્ધિ નામને શ્રાવક વસે છે. તેને યર્થાથ નામવાળી રૂપ લાવણ્યોપેત અને શીલસંપન્ન ધર્મવતી નામની પત્ની છે. તે દેવ સ્વર્ગમાંથી ચ્યવી ધર્મવતીના ઉદરથી પુત્ર , રૂપે ઉત્પન્ન થયે છે. તે પુણ્યાત્માના પ્રભાવથી બાર વર્ષને દુષ્કાળ દૂર થયો છે. આ સાંભળી અત્યંત પ્રસન્ન થયેલે. રાજા કેવળીને વાંદી સુબુદ્ધિ શ્રેષ્ઠીના ઘેર આવ્યો. અને બાળકને અંજલિ જેડી પગે પડ્યો; તથા બલવા લાગ્યું “હે દુભિક્ષનું દલન કરનાર ! હે દુઃખીઓના બેલી ! હે સંસારને તારનાર તને તારે સેવક નમસ્કાર કરે છે. તું મારા રાજ્યને સ્વામી છે. અને હું તારો દાસ છું. નિશ્ચય તે શરીરધારી ધર્મ છે. માટે હું તારું નામ ધર્મકુમાર એવું રાખું છું.. આમ બાળકની સ્તુતિ કરી રાજા પોતાના નિવાસસ્થાને આવ્યો.
ક્રમશઃ તે ધર્મકુમાર સર્વકળામાં નિપુણ થતા યુવાવસ્થાને પાયે, તેના પિતાએ અનેક કન્યાઓ જોડે તેનું પાણિગ્રહણ કરાવ્યું, દેવની માફક ભેગેને ભગવતે કાળ. નિગમન કરવા લાગ્યો. આમ લાંબા કાળ સુધી ભેગે ભેગવી.