________________
અનુપમ અને અદ્વિતીય સૌન્દર્યને ધારણ કરનાર ધરતી પર બીજી કઈ કન્યા નહીં હતી. વિદ્યુતપ્રભા કાળકમે આઠ વર્ષની થઈ ત્યારે કમને તેની માતાએ તેનાથી હરહમેશને માટે વસમી વિદાય લીધી. કહ્યું છે કે –
बालस्स मायभरणं भज्जामरणं च जुव्वणारंभे। थेरस्स पुत्तमरणं, तिन्निवि गुरुआई दुक्खाई ॥
અથ–“બાળપણમાં માતાનું મરણ, યુવાનીના આરંભમાં ભાર્યાનું મરણ, વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ, એ ત્રણે સર્વ સંકટ આકરાં–ગહન દુઃખે છે.”
પૂર્વકાળમાં જીવે છે જે અધ્યવસાયથી શુભાશુભ કર્મને ઉપાર્જન કર્યા હોય તેને ઉદયકાળે ભેગવવા પડે છે. કર્મના મર્મને ધર્મ જ ભેદે છે. માતાના મૃત્યુ પછી વિદ્યુતપ્રભા પ્રાતઃકાળમાં ઊઠીને ઘરના આંગણાને વાળી ચાળી લીધા પછી રસોઈ વિગેરે કાર્ય પતાવી દરરેજ ગાયે ચરાવવા ગામ બહાર જતી. મધ્યાહુને ગાય સાથે ઘેર આવતી દુધ દેહી પિતાને જમાડતી, અને પછી પોતે જમતી, પછી ગાય લઈ વગડામાં જતી, અને સાંજે પાછી વળતી. આખા દિવસનું કામ કરી થાકી ગયેલ હોવા છતાં પિતાશ્રીના સૂઈ ગયા બાદ પિતે નિદ્રાને વશ થતી. આ પ્રમાણે એને રેજને કાર્યક્રમ હતે.
આમ એને આખો દિવસ પ્રવૃતિ રહેતી. અન્યદા એક દિવસ તે બાળા નિજ જનકને કહેવા લાગી કે હે પિતાશ્રી ? ક્ષણ માત્ર પણ ઘરના ભારને વહેવા માટે હું સમર્થ નથી