________________
दसणभठ्ठो भठ्ठो, दसणभट्ठस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिया, दसणरहिया न सिझंति ॥
અર્થ –સમ્યફવથી ભ્રષ્ટ થયેલે પુરુષ તે જ ભ્રષ્ટ કહેવાય અને તેને મોક્ષ મળતું નથી. દ્રવ્ય ચારિત્રથી રહિત માનવે મેક્ષમાં નિવાસ કરે છે. પણ સમ્યક્ત્વ વિના પ્રાણીઓ મેક્ષને મેળવી શકતા જ નથી માટે હે છે, જે પોતાના હૃદયમાં સમ્યક્ત્વને ઉત્તમ રીતે સ્થાપે છે તે પુરુષ આરામશોભાની જેમ આ સંસારથી મુક્ત થઈ અવ્યાબાધ આનંદને મેળવે છે. શ્રી વીરપ્રભુના આવા વચને સાંભળી આણંદ શ્રાવકે પૂછ્યું, હે ભગવન આરામશોભા સમ્યકત્વના સાથથી - શી રીતે શાશ્વત સુખ અને સિદ્ધિ વરી? અને તે કેણ હતી? તે હે કૃપાળુ, કૃપા કરી કહે. તેના પૂછવાથી પ્રભુએ કહ્યું
આરામશોભાની કથા આ સમસ્ત ક્ષેત્રમાં–સર્વ દેશમાં ઉત્તમ હવાના ગુમાનને ધારણ કરતે કુશા નામે દેશ છે. તેમાં સર્વ પ્રકારની સંપત્તિથી પરિપૂર્ણ, સર્વ સ્થળોમાં શ્રેષ્ઠ એવું (સ્થળાશ્રય) પલાસ નામે ગામ છે. તે ગામમાં યજ્ઞ કરવામાં ઉસ્તાદ યજુર્વેદાદિ ચારે વેદોમાં વિખ્યાત સર્વે શાસ્ત્રોને જાણકાર અશિર્મા નામને વિદ્વાન વિપ્ર વસતે હતું. તેને ધર્મમાં મગ્ન શીયળથી શેભતી પરપુરુષને માટે અગ્નિસમાન સત્ય અભિધાન ધરતી જવલનશિખા નામની ભાર્યા હતી. તેને છીપમાંથી જેમ મેતી ઉત્પન્ન થયું હોય તેમ વિદ્યુત જેવી કાંતિને ધારણ કરતી વિદ્યુતપ્રભા નામની પુત્રી હતી તેના રૂપ લાવણ્ય અને સૌભાગ્ય ચતુરાઈ અને વિનિત પણું લકત્તર હોવાથી તે અવર્ણનીય રત્નરૂપ હતી.