________________
૨૯૦
બેઠે. તે જોઈ કન્યા હર્ષમાં નાચી ઊઠી. અને નગરમાં આવી કુમારે હાથી વશ કર્યો, કુમારે હાથી વશ કર્યો. એમ એલવા લાગી.
તેને પિતા ધનશ્રેષ્ઠી પૂછવા લાગે. “શું છે બેટી આજે આમ આનંદમાં કેમ ઊછળે છે? તે પ્રમદા બેલી. “હે તાત! આજે તો મારા રામ જ રમી ગયા હોત, પરંતુ રાજપુત્રે મારા પ્રાણનું રક્ષણ કર્યું, શું તે કુમારની ચપળતા, શું હિમ્મત!! શું શૌર્ય, શું ગંભીરતા, અને શું એમની સૌમ્ય સૌન્દર્યતા એમ બેલતાં બોલતાં તે કન્યા શરમાઈને ઘરમાં ભરાઈ ગઈ . અહીં આગળ કુમાર પણ પર્વતસમ કાયાવાળા હાથી પર સવાર થઈ નગરમાં આવી પહોંચ્યું, તે જોઈ લેકે કીડિયારાની જેમ ઊભરાવા લાગ્યાં, ઠેકઠેકાણે મદભર હસ્તીની મસ્તી ઉતારનાર કુમારની પ્રશંસા થવા લાગી. ભાટ-ચારણો પણ કુમારની બિરૂદાવલિ તેમજ યશઃ-ગાથા ગાવા લાગ્યાં. આમ કુમારની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ. રાજાની ખુશીને પાર નહોતે.
ક્ય રાજા કે પિતા-પુત્રનું પરાક્રમ પેખી પ્રસન્ન ન થાય ? તે ધનવતીકુમારી પણ કુંવર પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવવા લાગી. કહ્યું છે કે – . गुणाः कुर्वंति दूतत्वं दूरेऽपि वसतां सताम् ॥
તીવમાત્રનું, સ્વયમયાતિ પવાઃ |
અર્થ-દૂર વસતાં છતાં, સજજનનાં ગુણ-દૂતનું કામ કરે છે. જેમકે કેતકીની ગંધ લેવા ભ્રમર સ્વયં દૂરથી ખેંચાઈ આવે છે.