________________
૨૭૩
એક દિવસ તેની નાથ તૂટી ગઈ. તેથી તરત જ તે પુરુષ થઈ ગયે તે જોઈ ખેડૂત તેને પકડવા દેડ્યો. પણ આગળ સૂર ને પાછળ ખેડૂત વેગપૂર્વક દોડ્યા જાય. સૂર શરીરની સર્વ શક્તિ સંમેલિત કરી એ ભાગ્ય કે ખેડૂતને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. અહીં સૂર આગળ ચાલ્યો જતો હતા. તેવામાં તેને ભાઈ તેને સામે મળે. તે સૂરને જોઈને બેજો; “હે ભાઈ! તારું રૂપાળું શરીર છિદ્રાદિથી જર્જરિત કેવી રીતે થયું ? તું આમ ભાગતે ક્યાં જાય છે? ચાલ, મારા ઘરે જઈએ, ત્યાં તું સુખે રહેજે.” સૂર હો.
હે બાંધવ! તારું ઘર તને જ અર્પણ છે. તું ત્યાં જા, મારે નથી આવવું. તે બોલ્યો : “આખર એ ઘર કાંઈ પારકું થોડું જ છે. ત્યાં આવવામાં તને શું વાંધો છે?” સૂર છે. “અરે! તારી પત્ની તે સાક્ષાત્ શાકિની છે. તેનાથી હું બળદના હળમાં જોડાયે હતો. મહામુશ્કેલીઓ છૂટ છું. દહાડો ઊઠર્યો હોય તે તારા ઘેર આવે. મારે તે આ જંગલ એ જ શરણ છે. ઘર ઘરમાં શાકિનીઓ વસે છે. આ જગતમાં સ્ત્રીઓને તો વિશ્વાસ કર જ ન જોઈએ. એમ બબડતે સૂર એક મહાઅટીમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે માથા પર ઘાસના ભારા ઉપાડી હૃષ્ટ પુષ્ટ શરીરવાળા છે માણસને જોયા. તેની પાસે જઈ સૂરે પૂછયું.
હે ભાઈઓ! આ નિર્જન વનમાં મણિ માણિક્ય સુવર્ણદિથી વિભૂષિત શરીરવાળા તમે કેણ છે? અને આટલી સંપત્તિ હોવા છતાં શા માટે તૃણભારને ઉપાડે છે ? તેઓ બેલ્યા, “હે પુરુષ ! સાંભળ–આ વનખંડમાં જરાના જોરથી ૧૮