________________
૧૪૭ પિતાના ઘરે લાવી સારી રીતે ભણાવી વિદ્વાન બનાવ્યો. સુભદ્રા પાસેથી પિતાના જન્મની વાત સાંભળી તે અનાર્ય પિપ્પલાદે અનાર્ય વેદ રચ્યાં તેમાં એવી પ્રરૂપણું કરી કે અરિષ્ટની શાંતિ માટે તેમજ સ્વર્ગની પ્રાપ્તિ માટે અશ્વ, હાથી, પ્રમુખ પશુઓને તેમજ મનુષ્યને યજ્ઞમાં હોમવાં. તે વાતમાં સગરના શત્રુ મહાકાલ અસુરે સાથ આપે, તે પોતાની માયાજાળથી યજ્ઞમાં બળેલાં પશુ પ્રમુખને સાક્ષાત્ સ્વર્ગ વિમાનમાં રહેલા બતાવતો. અને જ્યાં જ્યાં આવા ય થતા ત્યાં ત્યાં તે અસુર રોગપદ્રવની શાંતિ કરતે. આ પ્રત્યક્ષ ચમત્કાર જેવાથી ઘણું રાજાઓ વગેરે, એ યજ્ઞને આદરવા લાગ્યાં. છેવટે તેઓએ મનુષ્યની હિંસા પણ પ્રવર્તાવી. એક દિવસ પિપ્પલાદે પિતૃમેઘયજ્ઞ કરી પિતાના માતાપિતાને યજ્ઞકુંડમાં હોમી દીધાં. એવી રીતે લેકમાં અનાર્ય વેદ પ્રવર્લે આમ અનેક પાપ કરી પિપ્પલાદ નરકે ગયે. તે પિપ્પલાદ ઋષિ નારકીમાંથી નીકળી પાંચભવ સુધી બકરે થયે, અને પાંચભવ તે યજ્ઞમાં હોમાયે. છઠ્ઠા ભાવમાં પણ તે બકરે જ છે. કિન્તુ તે ભવમાં આ ચારુદત્ત અનશન કરાવી નવકાર મંત્ર સંભળાવ્યું તેના માહાસ્યથી જ હું બકરામાંથી મહાન સમૃદ્ધિશાળી દેવ થયે છું. મહામંત્રને મહિમા કહેવા અને મારા પર કરેલા ઉપકારના બદલામાં દુનિયાની કોઈ પણ વસ્તુ આપવાથી આ ત્રણ ન ચૂકવી શકાય એમ સમજી મેં તેમને સૌ પહેલાં તેમને જ વંદન કર્યું છે. * પછી તે દેવતા ચારુદત્તને કહેવા લાગ્યું. “હે મહાપુરુષ ! હું તમારું શું ભલું કરી શકું? છતાં આપ મારાં