________________
૨૫૬
'
તે સાંભળી ધૂત હંસ પાસે ગયો. હુસે કહ્યું; · ધ્યાનાભ્યાસ રાતે જ થશે. ’ રાતે પરમહંસ મંત્રજાપમાં લાગી ગયો.. અહી હુંસ પાસે સહુસ્રમલ અભ્યાસ કરવા બેઠા. રાતે જ્યારે અધા સૂઇ ગયા, ત્યારે તે બધા સામાન ચારી ચાલતા થયા. સવાર થતાં પરમહંસ રાજદ્વારે પહોંચ્યો. અને કહ્યું કે ચાર આગળ અમારું કાંઈ ચાલે તેમ નથી. તે તો અમને પણ નવરાવી ગયા. ’ એમ કહી તે પાછે
.
'
વળી આ વખતે મંત્રી કેાઈ સુરપ્રિય નામે પાખડી ભૂતવાદીને લાવી લાવ્યા. રાજા મેલ્યા; હું ભૂતવાદી ! પહેલાં તું તારા મત જણાવ, ’ તે ખેલ્યો, ‘હે રાજન્! આ જગતમાં પુણ્ય, પાપ, જીવ, પરલેાક તેમજ મુક્તિ વગેરે કાઈ પદાર્થ છે જ નહીં. એ અમરા મત છે.’ પછી તે રાજાએ આપેલા આસન પર બેઠા. પછી મંત્રીએ તેને ચેર પ્રગટ કરવા કહ્યું. તે ખેલ્યો, હું મંત્ર પ્રયોગેા કરી કાલે જવાબ આપીશ. એમ કહી તે માનપૂર્વક પેાતાના સ્થાને આવ્યો. સહસ્રમલ વાત જાણી એક નવયૌવના વેશ્યા પાસે આવ્યો. તેને કપૂર, પાન આપી ખેલ્યો; ‘જો તું મારું એક કામ કરે તે હું તને દશ સેાનામહેારા તથા બહુ મૂલ્યવાળાં વસ્રા પણ આપીશ. 'તે ખેલી; ' મને મંજૂર છે. શું કામ છે તે કહા. તે બોલ્યો: ‘તું મારી સાથે આવ, અને હું જે જે બેલું તે તું મૌન મુખે સ્વીકાર કરજે. ' પછી તે વેશ્યાને લઈ સુરપ્રિય પાસે આવ્યો અને તેને નમસ્કાર કરી તેમની આગળ બેસી ખેલ્યો; ‘ હે ભગવન્ ! આ મારી મહેન આપની પાસે દ્વીક્ષા લેવા ઈચ્છે છે. ’ તેના રૂપ લાવણ્ય પર માઠુ પામી. તેણે
.
·