________________
પહોંચે, અને આપણું બળવાન યોદ્ધાઓને મતને ઘાટ ઉતાર્યા. રાજભંડાર, કઠાર, હસ્તિ, રથ વગેરે બધું કબજે કર્યું. ભયભીત થયેલા લોકોને તેણે વિશ્વાસ પમાડી તેઓ. પર પિતાની આજ્ઞા પ્રવર્તાવી. પિતે સિંહાસન પર આરૂઢ. થઈ નગરનું આધિપત્ય ભેગવે છે. આપના સુમતિ નામના મંત્રીએ મને ગુપ્ત રીતે આપની પાસે મોકલેલ છે. હવે આપને જે યોગ્ય લાગે તે કરો.” તે સાંભળી સુભટોનાં લેહી તપી ગયાં. આંખો અંગારા વરસાવવા લાગી અને. તેઓની હથેળી તલવારની મૂઠ પર પડી. તેઓ બેલવા. લાગ્યાઃ “હે પ્રભે! હવે આપ ઉતાવળે પાછા ફરે. આપની સમક્ષ કેઈપણ ઊભા રહેવા સમર્થ નથી. તેઓ ઊભી પૂંછડીએ ભાગી જશે.” માટે હે નાથ ! પહેલા આપણે શત્રુને નગરમાંથી નસાડી, પછી યાત્રા કરવા પાછા આવશું.” રાજા આ બધું શાન્ત ચિત્તે સાંભળીને બોલ્યો, “હે સુભટે પૂર્વ કર્મને વશથી સંપદા પણ આપત્તિનું રૂપ લે છે. આ બનાવ કાંઈ ન નથી. આવી ઉથલપાથલ કર્મોએ કંઈક વાર કરી છે માટે તમે જ કહે કે જિનયાત્રા મૂકી કયે મૂર્ણ રાજ્ય માટે પાછો ફરે? સંસાર સમુદ્રમાં ભ્રમણ કરતાં જીવને ઘણી વાર રાજ્ય મળ્યાં છે. પરંતુ જિનયાત્રા અત્યંત દુર્લભ છે. જિન ઉપર રાગ વગરના રાજવી રાજને લીધે જ દુર્ગતિને પામે છે. માટે હે સુભટો ! ગમે તે થાય પણ હું તે યાત્રા કરીને જ પાછા વળીશ! અન્યથા નહિ.” આમ કહી રાજા આગળ ચાલવા લાગ્યું. ત્યાં તેની સેનાના માણસે પિતાપિતાના કુટું બનાં પરિણામ જોવા પાછા વળ્યાં. જેમ જેમ રાજાને મૂકી