________________
રણુશર’ ની કથા
આ પૃથ્વીના પટાંબર પર વૈભવ, વિલાસ વીરતા અને વાણિજ્યની ચાર દીવાલમાં, સુખ સમૃદ્ધિથી ભરપૂર અને મનને મેહનારી કાંચનપુર નામની નગરી છે. ત્યાં મહાપરાકમી રણશર નામને રાજા રાજ્ય કરતા હતા. તેને સુવર્ણ જેવા શરીરવાળી, કમળ પત્ર જેવા નયને વાળી, પૂર્ણ ચન્દ્ર જેવા મુખવાળી મનહર હંસલીના જેવી સુંદર ગતિએ ચાલનારી મૃદુભાષી અને રૂપ લાસ્યના ખજાના જેવી શ્રીકાન્તા નામની પટ્ટરાણી હતી. રાજા તે કામિની ઉપર એટલે બધે આસક્ત હતો કે તેને ગુજરતા સમયનું પણ ભાન નહેતું, ધર્મનું નામ તો તેણે સ્વપ્નમાં પણ નહીં સાંભળેલું, તો પછી સુપાત્ર દાનાદિની શી વાત કરવી ?
એક દિવસ રાજા સભામાં બેઠે હતા તેવામાં એક સુભટ ત્યાં અચાનક આવી કહેવા લાગ્યું; નિઃશંક થઈ નિરતર વિષય વાસનામાં મુગ્ધ રહેનાર હે રાજન ! તું જિનધર્મારાધન કેમ નથી કરતા ? - હે પિતાના બળ પર મુસ્તાક થનાર અભિમાની! શું તું યમરાજના દ્વતોથી પણ નથી ડરતે ? અગર તને સેના