________________
૧૯ર
તે વખતે દેવોએ સમવસરણ રચ્યું. વિશ્વવલ્લભ વિતરાગને વાંદવા નગરનિવાસી નરનારીઓ ઉત્સાહપૂર્વક જવા લાગ્યા આ દશ્ય જોઈ કામદેવે કઈ પુરુષને પૂછ્યું, “હે ભાઈ ?" આજે નગરમાં શાને ઉત્સવ છે, આજે શું કોઈ તહેવાર છે? આ લેક નગર બહાર શા માટે જાય છે ? ત્યારે પૌરી પુરુષ બેલ્થ. હે શ્રેષ્ઠી ! દેવાધિદેવ સર્વજ્ઞ શ્રી વર્ધમાનસ્વામી આપણા પૂર્ણભદ્ર નામના ચૈત્યને વિષે સપરિવાર સમવસર્યા છે. તેમને વાંદવા માટે આ ભાગ્યશાળી છે. જાય છે. તે પુરુષનાં વચન સાંભળી હર્ષભર્યા હૈયે મહાન સમૃદ્ધિ સાથે કામદેવ વિતરાગને વાંદવા ઊપડ. પ્રભુ પાસે આવી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પંચાંગપ્રણિપાત કરી બેઠે પ્રભુએ પણ કંદર્પના દર્પને ઉતારી નાખે એવી અતિશયયુક્ત વાણુથી. દેશના આપી, પ્રભુ ભવ્યલકોને સંબોધીને કહે છે. હે ભવ્યલકે જે પુરુષે શુદ્ધ શ્રદ્ધાથી જિનધર્મ આદરે છે. તેઓ ઉભય લેકમાં રત્નસારની માફક સુખી થાય છે. ત્યારે પ્રથમ ગણધર ગૌતમસ્વામી પ્રભુને પૂછે છેઃ હે જિનેન્દ્ર રત્નસાર તે કોણ હતા ? શી રીતે એણે જિનધર્મ આરા? તે શી રીતે સુખી થયે? તે કૃપા કરી અમને કહે. ત્યારે પ્રભુ બેલ્યા, હે ગૌતમ, તું સાવધાન થઈ સાંભળ