________________
૩૧૫ ડામાં ગઈ, એટલામાં પવનના ઝપાટાથી અશ્વ પૃથ્વી પર પડી ગયે તેથી તેના અંગે પાંગ વેર વિખેર થઈ ગયાં.
અહીં મેદકે લઈ રાજપુત્રી ગવાક્ષમાં આવી અશ્વને. બેહાલ જોઈ ચિંતા કરવા લાગીઃ હાય ! હાય! દૈવે દગે. દીધે. પૂર્વે કરેલા અશુભ કર્મોએ મારા પર પ્રહાર કર્યો. મારા જીવનસાથી સમુદ્ર કિનારે છે અને અહીં અશ્વ ભાંગી. ગયે. હવે મારા પર દુઃખને સમૂહ આવી પડ્યો. હવે મારા પતિનું શું થશે? દુષ્ટ રાજપુરુષો જરૂર તેમને હેરાન કરશે, ઈત્યાદી અનેક સંકલ્પ વિકલ્પ કરતી આ રૌદ્રધ્યાનના પ્રબળ પંજામાં સપડાયેલી તે બાળાએ એવી પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી મને મારા પ્રાણેશનું મુખારવિંદ જોવા નહિ. મળે ત્યાં સુધી હું અન્નપાન નહીં કરું; દુનિયામાં પ્રેમ અને પતિવ્રત એક અમૂલ્ય વસ્તુ છે.
અહીં બહુ વાર થયાં છતા સુંદરી ન આવી તેથી કુમાર ચિંતા કરવા લાગ્યો. નિશ્ચય મારી પ્રિયાને કોઈ ખેચરે હરણ કરી હોવી જોઈએ. આમ ચિંતામાં મગ્ન કુમારને જોઈ આકાશમાર્ગથી કોઈ વિદ્યાધરી ઊતરી બોલાવા લાગી : “હે યુવાન ! આવા નિર્જન સ્થાનમાં એકલે કેમ બેઠે છે?” કુમારે સામે પ્રશ્ન કર્યો; “હે ભદ્ર! તું કેણ છે? ક્યાંથી આવી અને ક્યાં જવાની છું. ?” તે બોલીઃ હે શરીરધારી, કામદેવ, સાંભળ:– છે. વૈતાઢ્ય પર્વત પર મણિચૂડ નામને વિદ્યાધરેને સ્વામી વસે છે, તેની હું કનકમાલા નામની પટ્ટરાણું છું. આજ મારો.