________________
મેળવેલું છે. માટે એને કઈ મારવાને સમર્થ નથી એમ વિચારી નાગકુમાર દેવતાએ ઘડામાંથી વિષમિશ્રિત મેદનું હરણ કરી બીજાં અમૃત સમાન સ્વાદવાળા દિવ્ય મેદકે મૂક્યા. પછી બ્રાહ્મણ નિદ્રામાંથી જાગ્યે ઘડે લઈ રાજદ્વારે આવ્યું. દ્વારપાળ સાથે સંદેશે કહેવડાવ્યું. પછી પ્રતિહારે પ્રજાપતિને પ્રાર્થના કરી કે હે નાથ, આરામશોભાના પિતા રાજદ્વારે આવ્યા છે. અને એ આપના દર્શનની ઈચ્છા રાખે છે. અગર આપની આજ્ઞા હોય તે આપની સમક્ષ તેડી લાવું. ત્યારે રાજાએ પુછયું, શું અગ્નિશર્મા પોતે આવ્યા છે? તેમને જલ્દી માનપૂર્વક તેડી લાવે. તુરતજ દ્વારપાળ ગયે તેને તેડી લાવ્યા. અગ્નિશર્માએ રાજાને આશીર્વાદ આપ્યા. પછી ઘડે તેમની સમક્ષ મૂકી ઉચિત આસને બેઠે. રાજાએ પ્રથમ કુશળ પ્રશ્ન પૂછીને પછી કહ્યું, હે દ્વિજ, તમે આ ઘૂંડામાં શું લાવ્યા છે? વિપ્રે કહ્યું મહારાજ, તેની માતાએ મેહવશથી આરામશોભા માટે ઉત્તમ પ્રકારના મેદકે મેકલ્યા છે. રાજા ખુશ થયે અને તેણે તે ઘડો આરામશોભાના મહેલમાં મોકલી આપે. અને વિપ્રને વસ્ત્રાભૂષણથી સત્કાર કર્યો પછી હર્ષિત હૃદયવાળે રાજા રાણીના મહેલમાં આવ્યું અને રાણીએ આપેલા આસન પર આરૂઢ થયે ત્યારે આરામશોભા રાણીએ પૂછ્યું કે હે સ્વામિન, ઈચ્છા થાય છે કે ઘડે ઉઘાડું. આપ અનુમતિ આપશે? ત્યારે રાજા બલ્ય, હે માનિની ? આ સ્થાનકે સ્વામિ સેવક ભાવ નથી. સ્વેચ્છાએ તેને ઉઘાડ. રાણીએ જ્યાં ઘડે ઉઘાડ્યો ત્યાં ન વર્ણવી શકાય તેવી સુગંધીની છે છૂટી. અને આખા આવાસને સુવાસમય કરી દીધું. રાજા દકે જેઈ વિચારવા લાગે, કે આ મંદિકે