________________
મેકલી. પ્રિયાના આવા ગાઢ આગ્રહને વશ થયેલા બ્રાહ્મણે કહ્યું, “હે પ્રિયા ! તારા મનમાં એમ હોય તે મેદક વિગેરે બનાવ. પતિની આજ્ઞા મળવાથી તે દુષ્ટાએ ઉત્તમ પ્રકારના દ્રવ્યોથી સિંહકેસરીઆ વિષમિશ્રિત મોદક તત્કાળ તૈયાર કર્યા. પછી સર્વે મોદકને એક ઘડામાં ભરી તેનું મોઢું બંધ કર્યું, ત્યારબાદ તે પિશાચણીએ પિતાના પતિને કહ્યું કે, “આ મેદકને ઘડે પુત્રી સિવાય કેઈના હાથમાં સંપશે નહીં અને કહેજો કે આ મંદિકે તુંજ ખાઈ જજે, બીજા કેઈને આપીશ નહીં. કારણ કે જે તે બીજાને આપીશ તો તે લાડવા સારા દ્રવ્યથી બનાવ્યા ન હોવાથી રાજકુળમાં અમારી હાંસી થશે. બીજું અમે ગામડાના રહેવાસીઓને વળી મોદક બનાવવાની ચતુરાઈ ક્યાંથી આવડે? ભેળે ભટ્ટ ભાર્યાના કપટને જાણતો ન હતો તેથી તે સીલબંધ ઘડે લઈ ચાલી નીકળ્યો. માર્ગમાં મટકાને માથે મૂકી નિદ્રા લેતા અને વારવાર તેના સીલબંધ મેઢાંને જોતે, મંઝીલ કાપતો તે બ્રાહ્મણ અનુક્રમે નગર સમીપે આવી પહોંચે. ચાલતાં ચાલતાં રસ્તામાં એક મેટું વડનું વૃક્ષ આવ્યું તેની શીતળ છાયા જોઈ માર્ગમાં ચાલતાં અતિશ્રમથી થાકી ગયેલ તે વિપ્ર વિશાળ વડ વૃક્ષ નીચે વિશ્રામના સબબથી સૂતે. આ તરફ પેલા નાગકુમારે અવધિજ્ઞાનથી બ્રાહ્મણને સૂતેલે જઈ વિચાર કર્યો, કે આ બ્રાહ્મણ નગરમાં શા માટે જાય છે? તેણે જાણ્યું કે આરામશેભાની અપર માતાએ એને વિષમિશ્રિત મદથી મારવા માટે આ બ્રાહ્મણને મોકલેલ છે. પરંતુ એ પુત્રીને પિતા હું પિતે મૌજુદ છું. અને પૂર્વોપાર્જીત પ્રબળ પુણ્યના પ્રતાપે તેનું અકાળે મૃત્યુ કેમ થશે ? તે કન્યાએ પૂર્વ ભવમાં બહુ પુણ્ય