________________
૧૦૬ સાંભળી રાજા ખુશી થયે અને કર્મવાદને માનવા લાગ્યું કે, જેનાથી તેનો ગર્વ ગળી ગયું હતું. અને ફરી કહેવા લાગે,
ધન્ય છે તમને ! તમે સાચું કરી બતાવ્યું કે જે લેકે શ્રી વચન રૂપ નેત્રથી રહિત છે, તેઓ દેવ કે કુદેવ, ગુરુ કે કુગુરુ, ધર્મ કે અધર્મ, ગુણ કે અવગુણ, કાર્ય કે અકાર્ય અને હિત કે અહિત ખરેખર જોઈ શકતા નથી.”
વિદ્યાધર બે, “હે રાજન ! ધન્ય તે તમે જ છે. કે આવી શીલવતી પુત્રીએ તમારે ત્યાં જન્મ લીધે. પછી વિદ્યારે પિતાની સિદ્ધિ રાજાને દેખાડી અને મદિરાવતીને લઈ વૈતાઢય પર્વત ઉપર આવ્યું.
મદિરાવતિ શિયળના પ્રભાવે, મનુષ્ય સંબંધી વિવિધ પ્રકારના સુખે ભગવતી, મન વચન કાયાથી જિનપ્રણીત ધર્મનું આરાધન કરતી. અંત સમયે શુભ ધ્યાનથી કાળ કરી દેવલોકમાં ગઈ અને અનુકમે શિવસુખ સંપાદન કરશે. જે જિનેન્દ્રો તદુભવ મેક્ષાગામી છે તે પણ શિયળને આદરે છે, તે પછી સંસારી જીવોએ તે જરૂર આદર જોઈએ.
–. ઈતિ મદિરાવતી ” કથા સમાપ્ત છે –
આ પ્રમાણે મદિરાવતીનું ચરિત્ર સાંભળી હે ભલે શિયળમાં આદર કરે, જિનેન્દ્ર પ્રભુના મુખેથી આવાં વચન સાંભળી આણંદે કહ્યું, હે સ્વામિન! મારા પર કૃપા કરી મને ચેથું વ્રત ઉશ્ચરાવે. તેથી દુર્ગતિના દ્વાર બંધ થાય. પછી પ્રભુએ આણંદ શ્રાવકને ચેથું વ્રત ઉચ્ચરાવ્યું તે આ પ્રમાણે –
अहणं भंते तुम्हाणं समीवे परदारगमणं समणोक्सओ पच्चकाइ, सदारसंतोषं वा पडिवज्जाइ से अ परदारगमणे दुविहं पन्नते उरालिअ परदारगमणे वेउब्विअपरदारगमणे