________________
૨૫૮
1
દીધા. રાજાએ અનેક ઉપાયો કર્યા પણ સર્વ મહેનત નિષ્ફળ ગઈ. રાજા મહુ ચિંતાન્યગ્ર રહેવા લાગ્યો. મંત્રીમ’ડળની બુદ્ધિ પણ કામ કરતી નથી. ચાર્ક અને ચૌટ, ગલીએ અને ખજારે ઘેરે અને દુકાને જ્યાં જુમા ત્યાં ચારની જ વાત સંભળાવા લાગી. અહી` સહસ્રમલ તા શિકાર કરી હિંસા કરવા લાગ્યો. પરસ્ત્રીના બેધડક ઉપભાગ કરવા લાગ્યો. અને પારકા પૈસે રાજ વિલાસ માણવા લાગ્યો; પરંતુ તે ગૂઢ માયાવીને કાઈ પકડી શકયુ નહી. એ પ્રમાણે નિત્ય નરક ગતિના પ્રયાગ રૂપ કમ કરવા લાગ્યો.
**
એક દિવસ તે નગરમાં વિશુદ્ધ નામના કેવળી ભગવત સમેાસર્યા. તેમનું આગમન સાંભળી રાજા આદિ બધાં પુરુષા આવ્યાં, સહસ્રમલ પણ વેશ બદલી ત્યાં આવ્યો. પછી કેવળી ભગવતે ગભીર નાદે દેશના આપી, હે ભવ્યલેાકા! જે પુરુષ અન્ય જીવના વધ કરે છે, અસત્ય ખાલે છે, ફાઈના આપ્યા વગર ધન ગ્રહણ કરે છે, પરસ્ત્રીનુ સેવન કરે છે અને મહાન આરંભ કરે છે, તે પુરુષને નિશ્ચય મહાન નરકમાં જઈ અતિ તીવ્ર વેદના ભાગવવી પડે છે, તે સાંભળતાં જ લઘુકમી સહસ્રમલ ચિંતા કરવા લાગ્યો કે, મને વારવાર ધિક્કાર છે! મેં એકે શાસ્ત્રકમ તા ન કર્યું... પણ સતત દુષ્ટ કર્મ કરવામાં તત્પર રહ્યો. અરેરે ! હવે મારુ શુ થશે ? આવતા ભવે નિશ્ચય મારે નરકાવાસ ભોગવવો પડશે. અહા! હું દુર્ગતિનાપથે કેટલા આગળ વધી ગયો, કયાંય થાક ખાવા પણ ઊભા ન રહ્યો. હવે ખરા માર્ગ શી રીતે હાથમાં આવશે ? હવે મારા ઉદ્ઘાર કાણુ કરશે ? હવે આ સાધુ જ મને તારશે, એમનાં સિવાય મારુ