________________
૩૧૦
કુલધ્વજ કુમારે તેની અને ચાવીઓ કાઢી, અશ્વના અંગેપાંગ છૂટાં કરી તેને ભારે બા અને માથાં નીચે મૂકી તે વૃક્ષની શીતળ છાયામાં સૂતે, બપોરને વખત હતે. નભમાં સૂર્ય અંગારા વરસાવતે આગળ ધપતે હતે. છતાં જે. વૃક્ષની છાયામાં કુમાર રહ્યો હતો તેની છાયા જરાય ખસી. નહતી. એ વખતે ત્યાં માળી વૃક્ષ પાસે આવ્યા. વૃક્ષની છાયા સ્થિર જોઈ વિમિત થયેલા માળીએ નિશ્ચય કર્યો કે આ પ્રભાવ આ સૂતેલા પુરુષને જ જણાય છે. એમ વિચારી તેણે કુમારના ચરણને સ્પર્શ કર્યો. કુમારને જાગેલે જઈ માળી બેલ્યો, “હે સપુરુષ! તમે આજે મારા મહેમાન થઈ મને કૃતાર્થ કરે.” કુમારે તે કબૂલ કર્યું. . . કુમારને લઈ તે પિતાને ઘરે આવ્યો. કુમારે પણ કાણને ભારે સાચવીને તેના ઘરના એક ખૂણામાં મૂકો. પછી માળીએ સુંદર ભજન બનાવી કુમારની ઉત્તમ પ્રકાર ભક્તિ કરી સંધ્યા સમયે શહેરની શોભા જેવા કુમાર નગર મધ્યમાં આવ્યો ત્યાં તેણે સર્વાગ સુવર્ણની પૂતળીઓથી વિભૂષિત એક જિનાલય. જોયું તેની અંદર જઈને સુવર્ણ મણિમય મુનિસુવ્રતનાથની પ્રતિમાને નમસ્કાર કરી અત્યંત ભક્તિથી સ્તુતિ કરવા લાગ્યું. તેવામાં એક સ્ત્રીએ ત્યાં આવી મંદિરમાં રહેલા મનુષ્યોને બહાર જવા આજ્ઞા કરી. કુમાર વિચારવા લાગ્યો, આ કેણુ. છે અને પુરુષને શા માટે બહાર કાઢે છે? એમ વિચારી તે મંદિરમાં ગુપ્ત રીતે સંતાઈ ગયે. એટલામાં દિવ્યરૂપધારી મૃગાક્ષી, હંસી જેવી ચાલે ચાલતી સખીઓથી વીંટળાયેલી કે રાજકન્યાં આવી. જિનપૂજા કરી સખીઓ સાથે વાટા