________________
- ૩૬૨ સ્પર્ધા કરાવે છે, પણ હે કામિની! આ બધું વિનર છે. બધાની પછવાડે એકેક ભય પડ્યો છે. જે ભેગમાં રેગને ભય, કુળમાં કુળભ્રષ્ટ થવાને ભય, કુલીનતામાં લાંછનને ભય ધનને રાજાનો ભય મૌનમાં દૈન્યને ભય, બળમાં શત્રુને ભય, રૂપમાં ઘડપણનો ભય, શાસ્ત્ર ભણવામાં વાદનો ભય, ગુણમાં ખલ પુરૂષનો ભય અને શરીરને કાળને ભય, એમ દુનિયાની દરેક વસ્તુઓ માટે ભય રાખે પડે છે. માત્ર વૈરાગ્ય જ નિર્ભય છે. માટે હે ભદ્રે ! નિરંતર દુઃખ દેનારા ઈન્દ્રિયોના આ ગહન વિષયથી તું પાછી ફરી શ્રેયના માર્ગ રૂપ અને અશેષ દુઃખને શાંતિ કરવામાં કુશળ એવા શાંત ભાવને એક ક્ષણવાર અંગીકાર કરે અને જલતરંગ જેવી. ચંચળ એવી તારી બુદ્ધિનો ત્યાગ કર. કુમારના આ વચનેએ તેના પર અજબ અસર કરી. ' આ વચનો સાંભળી અત્યંત ખુશ થયેલી તે દેવી બોલી, હે કુમાર ! તું ધન્ય છે. કૃતપુણ્ય છે. કેમકે નવયૌવનાવસ્થામાં પણ તે તારા મનને જીત્યું છે. વશ કર્યું છે. હવેથી તું મારો ભાઈ છે, તે મારું અવિવેક રૂપ અંધારું નષ્ટ કર્યું. એમ આલાપ ચાલે છે. એવામાં કયાંયથી મધુર ધ્વની, સંભળાઈ. તે સાંભળી કુમાર બેલ્યો, હે દેવી! આ ધ્વની કયાંથી સંભળાય છે? દેવી બોલી: આ પર્વત પર કેટલાક જિનકલ્પી મુનિરાજે ચતુર્માસ રહ્યાં છે. આ ધ્વની તેઓનાં સ્વાધ્યાયની છે. તે સાંભળી કુમાર ત્યાં જઈ મુનિઓને વાંદી પૂછવા લાગ્યા, હે મુનિરાજ ! તમે આ અટવામાં શા માટે રહ્યા છે? મુનિ તેનો ઉત્તર આપે તે પહેલાં એક ભુજા ત્યાં આવી અને કુમારની તલવારને લઈ જવા લાગી. તે જોઈ "કુમાર ત્વરાપૂર્વક તે ભુજા પર ચઢી બેઠે. ભુજા પણ કુમાર