Book Title: Vardhaman Deshna
Author(s): Rajkirti Gani, Vishalvijay
Publisher: Jaswantlal Girdharlal Shah

View full book text
Previous | Next

Page 401
________________ - ૩૭૮ બેલ્ય; હે બહાદુરે! ઊભા રહો. કાયર ન બને. રણભૂમિથી ભાગવું એ આપણા જેવા સિંહોનું નહિ પણ કાયરનું કામ છે, પણ સાંભળે એ બીજા, એ તે જાય મા........૨....... મા........૨. તે જોઈ ક્રોધ પામેલે સમરવિજ્ય સ્વયં યુદ્ધમાં ઊતર્યો, અને કુમારે મદેન્મત ગજેન્દ્રની જેમ યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણવાર તે જયશ્રી (વિજ્ય-લક્ષ્મી)ને પણ સંશય ઉત્પન્ન થયે કે “હું કેને વરું?” ખૂબ વાર લડ્યા પછી કુમારે સમરવિર્ય ને છળથી બાંધી લીધો. પાશથી બંધાયેલે સમરકુમાર રાંકની જેમ સાગરચંદ્રકુમારના પગે પડી ક્ષમા યાચવા લાગ્યું. સાગરચંદ્રને સમરવિ પર દયા આવી તેથી તેને છેડી મૂક્યો. એવામાં ત્યાં કઈ અંગના આવી બેલી, હે કુમાર ! સાંભળ કુશળવદ્ધન નગરમાં શ્રી કમળચંદ્ર નામને રાજા • રાજ્ય કરે છે. તેને અમરકાંતા નામની પત્ની સાથે સુખ ભેગવવાના ફળરૂપ જોનારના મનને તરત હરી લે એવી મૃગનયની, ભુવનકાંતા નામની પુત્રી છે. તે જેમ રૂ૫ લાવ પ્યથી ભરપૂર યૌવનથી અલમસ્ત છે. તેમ જિનધર્મના રંગે રંગાયેલી છે. કેઈના મુખથી તારા ગુણગાન સાંભળી તે સુકુમારીએ એવી પ્રતિજ્ઞા કરી છે. કે આ ભવમાં મારા પતિ સાગરચંદ્ર જ થાય. અન્ય સર્વ પુરુષે મારા સદર છે. એવી દઢ પ્રતિજ્ઞા કરી તે સુલેચની તારી રાહ જોતી રહેલી છે. - હવે સોલાપુર નગરમાં સુદર્શન નામને રાજા રાજ્ય કરે છે જે તારાથી પરાજ્ય પાપે, તે સમરવિજય નામે

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412