________________
૩૮૩
પ ના
રાજ્યમાં એક વાત તેમ જ
દુર ક
નામને એક રાજા છે તેને કનકમાળા નામની રાણી છે તેને ઉદરથી જન્મેલા કમલ અને ઉત્પલાક્ષ નામે બે બળવાન કુંવરે છે. તેમાંથી કમલકુમાર તારી ભુવનકાંતા નામની સ્ત્રીનું રથસહિત હરણ હરી વિતાઢય પર્વત પર ગયો છે. તે કન્યા પિતાના દઢ શિયળ યુક્ત ત્યાં રહેલી છે. વળી તે ઉત્પલાક્ષે કુમારે તે પાંચે કન્યાનું હરણ કરી મહેલને અદશ્ય કર્યો અને તેને પૃથ્વી પર મૂકયો. વિદ્યા બળથી તેનું સ્વરૂપ જાણું દુષ્ટ ઉત્પલાક્ષને મારી નાંખ્યો, અને મારી પાંચે કન્યાને હું મારા રાજ્યમાં મૂકી અહીં આવ્યો છું. તે સાંભળી ક્રોધ પામેલે કુમાર બેલ્યો, હે તાત! તમે બહુ ઉત્તમ કાર્ય કર્યું, હવે મને જલદી વૈતાઢયે પહોંચાડે. તેથી હું દુષ્ટ કમપળને મારી, મારી પ્રિયાને સ્વાધિન કરું. સુધર્મસેન રાજા બોલ્યો,
અરે કુમાર! તું જાય તે ભલે જા, પણ મને તે ચિંતાથી મુક્ત કરતે જા એમ કહી કુમારને સુંદરીનું ત્યાં જ પાણિગ્રહણ કરાવ્યું. સિંહનાદવિદ્યાધરેન્દ્ર સુંદરી યુક્ત સાગરચંદ્રકુમારને પિતાના નગરમાં લાવ્યું અને પાંચ પુત્રીએ મહતા.બર પૂર્વક પરણાવી અને કુમારને બહુ રૂપ કારિણી પ્રમુખ ઘણી વિધિઓ આપી–શીખવાડી. એવી રીતે વિદ્યા અને બળથી યુકત કુમાર પોતાની પ્રિયા ભુવનકાન્તાને લેવા ઉપડયો.
કમલકુમારના પિતા અમિતતેજ-વિદ્યાધરને આ વાતની ખબર પડવાથી તે ભુવનકાંતાને લઈ સાગરચંદ્રકુમારના સામે આવ્યું. સાગરચંદ્રકુમારને ભુવનકાંતા સેંપી તેણે પિતાના પુત્રે કરેલા અપરાધની ક્ષમા યાચી. ઉદાર દિલ કુમારે તેને ક્ષમા આપી. વળી અમિત તે જ વિદ્યાધરે અમર દ્વિપના અમરપુરમાં