________________
૩૮૭ મનમાં પણ ક્ષેભ ન પામ્યા. મુનિવેશમાં રહેલા એ મહાત્માનું શાંત મુખારવિંદ જોઈ તે અસુરકુમાર પ્રતિબંધ પામ્યો અને પિતાના અપરાધની ક્ષમા યાચી. તેણે ત્યાં જ મહત્સવ કર્યો. પછી પોતાના સ્થાનકે ગયે. અહીં સાગરચંદ્ર મુનિ કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન ઉપાઈ શાશ્વત સ્થાન મોક્ષને પામ્યા અને શ્રી અમિતચંદ્ર પ્રમુખ સર્વ સાધુ સાધ્વી સમુદાય સુર લેકમાં ગયા.
પ્રભુ ભવ્યોને સંબોધી બોલે છે, હે ભવ્યલકે ! જેમ સાગરચંદ્ર કુમારે જ્ઞાનથી દુઃખરૂપ સમુદ્રનો પાર પામી દિવ્ય સમૃદ્ધિ મેળવી તેમ તમે પણ સર્વ સંપત્તિનું કારણ જ્ઞાન જાણે તે વિષયમાં આદર કરો. . | | ઇતિ સાગરચંદ્રની કથા સમાપ્ત છે
પ્રભુથી પ્રતિબધ પામેલા તેતલીપુત્ર શ્રાવકે આણંદની જેમ શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રભુને કેટલાક પ્રશ્નો પૂછી નવત
ને જાણે પ્રભુને વાંદી તે પોતાને ધન્ય માનતો ઘેર આવ્યો. અને કુટુંબ સહિત વિશુદ્ધ ભાવે જિન ધર્મ આરાધવા લાગ્યો.
પંદરમા વર્ષે વિચારવા લાગ્યું કે દીનહિન અને દુઃખી માણસેનો ઉદ્ધાર કર્યો. કુટુંબ અને બાંધવાનું પિોષણ કર્યું. માટે હવે મારે શ્રાવક પડિમા આરાધી મારું શ્રેય સાધવું જોઈએ. એમ વિચારી મોટા પુત્રને કુટુંબ ભાર સોંપી પોતે પૌષધશાળામાં આવ્યું. રૂડી પેઠે પ્રમાર્જના કરી દર્ભાસને બેઠે અને આણંદની જેમ અગિયાર પડિમા આરાધવા લાગ્યો. અતિ તીવ્ર તપસ્યાથી ક્ષીણ શરીરવાળા તેતલીપુત્રે સલેખના કરી અનશન લીધું. સર્વ જીવ રાશિને ખમાવી. શુભ ધ્યાન ધ્યાતા અને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં તે