________________
૩૮પ
દેશના સાંભળ્યા પછી રાજાએ પૂછયું, હે ભગવન ! આ મારા પુત્ર સાગરચંદ્રને કેણે હર્યો હતો ? કેવળી બોલ્યા; હિ રાજન ! તું તારા આ પુત્રનું ચરિત્ર સંભળ –
મહાવિદેહ ક્ષેત્રમાં બે વણિકપુત્ર વસતા હતા. તે બને ભાઈ જેમ ધનવાન, ગુણવાન અને વિવેકવાન હતા તેમ વિષયમાં પ્રીતિવાળા પણ હતા. તેમાં મોટાભાઈની વહુ પિતાના પતિ પર બહુ નેહ રાખતી હતી. તે વ્રતનિયમ ધર્મકમ આદિ પણ કરતી હતી.
એક દિવસ માટભાઈ પરદેશ ગયે અહીં ના ભાઈ પિતાની ભેજાઈને મશ્કરીમાં કહેવા લાગે, હે ભાભી ! મારા ભાઈને રસ્તામાં ચેરેએ મારી નાંખે. હાય! હાય !! મારો સહારો છૂટી ગયે. હવે મને કેને સહારે એમ બોલતે તે દુખિના અભિનય કરવા લાગ્યા. તે સાંભળી અતિ શેકાતુર તેની ભાભી તત્કાળ મૃત્યુ પામી. લઘુ ભાઈને બહુ પશ્ચાતાપ થયે. દુઃખના દરિયામાં ડૂબેલે તે વિચારવા લાગે, અરેરે ! મેં આ અનુચિત કાર્ય કર્યું. “હસવામાંથી ખસવું થઈ ગયું.” પછી ભાભીની મૃત્યુકિયા કરી તે દુઃખમાં દિવસે કાઢવા લાગ્યા. એવામાં એક દિવસ તેનો મોટોભાઈ પરદેશથી પાછો આવ્યો. પિતાની પ્રિયાનું વૃત્તાંત જાણે તે નાનાભાઈ પર કોધે ભરાયે. નાનાભાઈએ ક્ષમા માગી છતાં તેને ક્રોધ રૂપી અગ્નિ મંદ ન પડ્યો. સંસાર પર વૈરાગ્ય આવવાથી તેણે તાપસી દીક્ષા લીધી અને ઘેર અજ્ઞાનતપ કરી મૃત્યુ પામી તે કોલકલુષિતાત્મા અસુરકુમાર નિકાયમાં દેવ થયે. અહીં લઘુભાઈએ પણ જિનપ્રણિત ધર્મ સાંભળી વૈરાગ્ય વાસિત ૨૫