________________
૩૮૬
હદયે સુગુરુ પાસે દીક્ષા લીધી. શુદ્ધ ભાવપૂર્વક પ્રવજ્યા પાળતા એવા તે મુનિને તેના મોટાભાઈ (જે અજ્ઞાન તપ કરી અસુરકુમારમાં દેવ થયે હતો) એ પૂર્વ ભવનું વૃત્તાંત જાણી શિલા પર પછાડી મારી નાખ્યા. તે મુનિ શુભભાવે મરીને પ્રાણુતક૫માં દેવ થયા. તે અસુરકુમાર પણ ત્યાંથી એવી કેટલા ભવ કરી ફરી અસુરકુમાર થયે. હે રાજન ! લઘુભાઈ પ્રાણુતક૯૫થી વી તારો પુત્ર સાગરચંદ્ર થયા. પૂર્વભવનું વેર જાણી અસુરકુમારે તારા પુત્રને સમુદ્રમાં ફેંક્યો. પૂર્વકૃત પુણ્યવશાત્ તે કાષ્ટના સહારે તણાને કિનારે પહોંચ્યો અને ઘણી સમૃદ્ધિ સાથે તારા રાજ્યમાં પાછો આવ્યો. હે રાજન ! તે અસુરકુમાર તારા પુત્રને હજી ઉપસર્ગ કરશે અને તે આનાથી પ્રતિબધ પણ પામશે. પોતાને પૂર્વભવ સાંભળી સાગરચંદ્ર કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. વિરાગ્ય પામવાથી તેણે પોતાના પુત્રને રાજ્યાસનારૂઢ કરી મોટા આડંબર પૂર્વક માતાપિતા સાથે દીક્ષા લીધી. હવે તે સાગરચંદ્ર મુનિ વિચારવા લાગ્યા, અહો ! એક જ ગાથાના ચિંતનથી તે મને આટલી બધી સુખાકારી થઈ માટે મારે આદ૨પૂર્વક સર્વ શાસ્ત્રાભ્યાસ કરે જઈએ........કર જોઈએ શું? કરીશ. એમ વિચારી તે પ્રમાદ રહિતપણે શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા, અને અનુક્રમે ચૌદ પૂર્વઘર થયા. તેમના ગુરુએ તેમને યોગ્ય જાણું આચાર્ય પદે સ્થાપ્યા. અનેક જીવને પ્રતિબોધી અંત સમયે તેઓએ અનશન લીધું.
અહીં અસુરકુમારે પૂર્વનું વેર સંભાળી ભયંકર પક્ષીનું રૂપ લીધું, અને ચાંચ તેમજ પંજાથી તેણે મુનિનું શરીર છિદ્રમય કરી નાખ્યું. મુનિરાજને સ્થિર જઈ તેણે સિહ હાથી વિગેરેનું રૂપ લઈ બહુ કદર્થના કરી, પરંતુ તે મહાત્મા