________________
: ૩૭૪ હતું. બિલકુલ નજીક ગયા પછી તેણે જોયું કે, “કોઈ બાળા ગળામાં ફસે ખાઈ મરવાની અણુએ આમ બેલતી હતી.” કે આ ભવ–પરભવ અને જગ્યાએ મારે પતિ સાગરચંદ્ર જ થાઓ, તે સિવાય અન્ય પુરુષ મારે પિતા–ભ્રાતા તુલ્ય છે. તેના પ્રાણ પિંજર મૂકી ઊડવાની તૈયારી કરતા હતા. ત્યાં સાગરકુમાર તેનો પાશ છેદી તેને આશ્વાસન આપવા લાગ્યએવામાં કઈ વિદ્યાધર ત્યાં આવી કુમારને કહેવા લાગ્યું કે, “હે સપુરુષ! તમે આ કન્યાના જીવિતવ્યનું રક્ષણ કર્યું તેથી તમે અમારા મહાઉપકારી છે કુમારે પૂછયું, “હે વિદ્યાધિપતિ ! આ કન્યા કેણ છે? આને આમ કરવાની ફરજ શા માટે પડી? ખેચર બેલ્યો કે “આ અમરદ્વીપમાં અમરપુર નામનું નગર છે. ત્યાં ભુવનભાનુ રાજા રાજ્ય કરે છે. તેને ચંદ્રનંદના નામની પટ્ટરાણી છે. તેની કુક્ષીથી ઉત્પન્ન થયેલી સકલ કલા કળાપમાં કુશળ કમળનયની કમળમાળા નામની આ રાજપુત્રી છે. એક દિવસ સાગરચંદ્રના બળ, બુદ્ધિ, વિદ્યા, ચાતુર્ય અને કળા કૌશલ્ય આદિ ગુણ સાંભળી આ કુંવરી તેના પર અનુરાગી થઈ. તે વખતે આ કુંવરીએ એવી પ્રતિજ્ઞા કરી કે, “આ ભવમાં મારે પતિ સાગરચંદ્ર થાએ, અન્યથા હું કાષ્ઠ ભક્ષણ કરીશ.
આજે સુરસેન નામને વિદ્યાધર આના રૂપલાવણ્યથી 'મેહ પામી આ કુંવરીનું હરણ કરી અહીં આવ્યું. હું આ કુંવરીને અમિતતેજ નામને મામો છું. કુંવરીને વિલાપ સાંભળી હું અહીં આવ્યું. આ બનાવ જોઈ મને બહુ ક્રોધ ચડ્યો, અને અમારા બન્નેનું પરસ્પર યુદ્ધ જામ્યું. હું તે