________________
૩૦૧
cr
રાજ્ય કરતા હતા. તે રાજાએ પાતાના પ્રચંડ બાહુદડથી ઊભા કરેલા માંડવામાં રાજલક્ષ્મીને આણી રાખી હતી. રાજનું મુખ દેદીપ્યમાન હતું, કેમકે “ રાજલક્ષ્મી રાજાના મુખ સામે નિરતર નેત્રકટાક્ષો ફેંકતી. “યથી નામા તથા ગુણા : ” વાળા રાજા ઈન્દ્ર જેવા શાલતા હતા. વળી ત્યાં તેતલીપુત્ર નામના સુપ્રસિદ્ધ ગાથાપતિ વસતા હતા. તેને ફાલ્ગુના નામની ભાર્યા હતી. તેના રૂપમાં સમસ્ત સ્ત્રીઓના રૂપની હદ આવી ગઈ હતી. તેનુ વ્યવસાયમાં, વ્યાજમાં. અને ધરણીમાં નિધાનરૂપે ચાર ચાર ક્રોડ સુવર્ણ દ્રવ્ય હતું, ચાર ગોકુલ પણ તેને હતાં બીજી પણ તેને ઘણી ઋદ્ધિ હતી.
એક દિવસ અહિંસા અને પ્રેમના મહાદીપકથી વસુંધરાને પ્રકાશમય કરનાર વિશ્વવધ પરમાત્મા ચરમ શાસનાધિપતિ શ્રી વર્ધમાનસ્વામી સુખપૂર્વક વિચારતાં કનકકમલ પર કામળ ચરણારવિંદને મૂકતા શ્રાવસ્તિ નગરના કાષ્ટક ચૈત્યમાં સમાસર્યાં.
જિતશત્રુ રાજા–પ્રમુખ નગરજના સમેસરણમાં ગયા. તેતલીપુત્ર પણ જિનાગમન સાંભળી હર્ષભર્યા હૈયે પ્રભુ પાસે આવ્યા, અને વિધિપૂર્વક વાંદી તેમની આગળ ખેઠા. પ્રભુએ ભવ્ય જીવાને સાધીને, સર્વ પ્રાણીઓને સાધારણ એવી ભાષામાં દેશના આપી: ભા, ભેા, ભવ્યલેાકાઃ ! મનુષ્ય. ભવને મહા દુર્લભ જાણી દુર્ગતિ દાયક પ્રમાદને ત્યજો. આ લેાકમાં અલૌકિક સુખ સુલભ છે, સ્વગ આદિની સપત્તિ સુલભ છે. પરંતુ એકાંત સુખદાયક જિન પ્રણિત ધમ અતિ દુર્લભ છે. ધર્મ થી ઉત્તમકુળ, દિવ્ય રૂપ, સપત્તિ કીર્તિના