________________
કુમાર પર ધસ્યો, પરસ્પર તેઓનું ઘર યુદ્ધ જામ્યું. કુમા૨ના પ્રહારથી પીડાયેલે નરસિંહ અદશ્ય થઈ ગયે. તે જોઈ પેલે સુંદર પુરુષ હર્ષમાં આવી તાળીઓ પાડવા લાગ્યા. તે પુરુષ સાથે કુમાર નિર્ભય થઈ આગળ ચાલ્યું. નિર્જન નગરને કૌતુક પૂર્વક નીહાળતા અને રાજમંદિરે આવી પહોંચ્યા. કુમાર સુવર્ણ મણિ માણિક્યઆદિથી વિભૂષિત તે મહેલમાં ગયે. ત્યાં પુતળીઓએ તેના સ્વાગત સાથે ભક્તિ કરી એક જળ ભરેલે કળશ લાવી, બીજીએ તેના ચરણ પખાળ્યા, ત્રીજીએ કહ્યું, હે કુમાર ! તમે વિધિપૂર્વક સ્નાન કરે. એથીએ કહ્યું, હે કુમાર ! આ પુષ્પ ચંદનાદિ ગ્રહણ કરી જિનપૂજા કરે. પાંચમીએ કહ્યું, હે ભાગ્યશાળી ! તમે આ વસ્ત્રાભૂષણથી -તમારા દિવ્ય શરીરને શણગારે. છઠ્ઠીએ કહ્યું, હે સાહસિક શિમણું ! તમે આ દિવ્ય ભેજનને ભેગ. કુમારે તેઓના કહ્યા મુજબ બધું કર્યું. દિવ્ય વસ્ત્રાલંકારથી અલંકૃત ભીમકુમાર વિસ્મય પૂર્વક સર્વ નીહાળતે ઊભો રહ્યો. એવામાં કેઈ દેવ તેની સમક્ષ પ્રત્યક્ષ થઈ બોલ્યો, હે ભીમકુમાર ! હું તારા પર પ્રસન્ન છું. માટે તું વરદાન માગ. કુમાર બોલે,
દેવ ! મારે કાંઈ જોઈતું નથી પણ તું એ તે બતાવ કે આ નગર નિર્જન કેમ છે? વળી, આ જડ પુતળીઓ સચેતન જેવી થઈ આ મહેલમાં કેમ રહે છે ? દેવ બોલ્યો, હે કુમાર ! સાંભળઃ– - આ નગરનું નામ કનકપુર છે. અહીંને રાજા કનકરથ છે. તેને સુદત્ત નામને પુરોહિત હતા. તે પરસ્ત્રી લંપટ અને નગર નિવાસીઓને ઉદ્વેગ કરનારે હતો. તે