________________
૩૬પ તેણે અહિંસા સ્વીકારી. એવામાં ત્યાં કઈ મહાગજેન્દ્ર આવ્યો અને કુમાર સાથે મંત્રીપુત્રને પણ સૂંઢથી ઉપાડી પીઠ પર બેસાડ્યો અને ઊંચે આકાશમાં ઉડ્યો. એક શૂન્ય નગરના દરવાજે બન્નેને મૂકી હાથી અદશ્ય થઈ ગયો.
મંત્રીપુત્રને નગર બહાર મૂકી કુમાર પિતે એક નગરમાં ગયે. ત્યાં તેણે એક વિચિત્ર પુરુષને છે. જેનું મસ્તક સિંહનું અને ધડ મનુષ્યનું હતું. તેણે કોઈ સુંદર આકૃતિના મનુષ્યને પિતાના મુખમાં રહ્યો હતો. તેના મુખમાં ફસાયેલે પુરુષ આકંદ કરતે તરફડતા હતા. તે જોઈ કરુણાળુ કુમાર બોલે, હે નરસિંહ! તું આ દીન મનુષ્યને મૂકી દે. નરસિંહ બલ્ય, હે કુમાર ! હું બહુ વખતથી ભૂખ્યો છું, બહુ મુશ્કેલીથી મને આ ખેરાક મલ્યા છે. હું શી રીતે આને મૂકું? કુમાર છે, તે વૈક્રિય શરીર ધારી દેખાય છે. તે પછી શી રીતે આને ખાઈશ ? તે બે, હે કુમાર ! તારું કહેવું સત્ય છે, પરંતુ અમારે પૂર્વ ભવને. વરી છે. તેથી હું આને કઈ હિસાબે જીવતો નહીં મૂકું આને મારવાથી જ મારે કેપ શાંત થશે. ભીમ બેલ્ય, હે નરસિંહ! આ જગતમાં કઈ કઈને વૈરી નથી. પ્રાણીઓને સુખ દુઃખ નિજ કર્મથી જ પ્રાપ્ત થાય છે. આ વિશ્વમાં કઈ પ્રાણી કેઈને સુખ યા દુઃખ આપવા સમર્થ નથી. માટે દીનહિન એવા આ પુરુષને તું મુક્ત કર. એમ કુમારે નરસિંહને અનેક પ્રકારે સમજાવ્યો પણ તે ન સમયે. ત્યારે બળાત્કારે તે પુરુષને નરસિંહના મુખમાંથી ખેંચી કાઢ્યો. તે જોઈ નરસિંહને પિત્તો ખસ્ય. તે લાલ આંખ કરી.