________________
૩૭ દરરોજ નવનવી સ્ત્રીઓને ભેગવતે. એમ કરતાં એક દિવસ તેની સર્વ પિલ પકડાઈજાહેર થઈ. એક દિવસ કોઈ પુરુષે આ વાત રાજાને જણાવી, કે હે રાજન ! આપના પુરોહિત નિત્યનિરંતર પરસ્ત્રી ગમન કરે છે. રાજાએ આ વાતની પૂરતી તપાસ કરી. તેમાં પુરેહિતને દોષ સાબિત થયો. તેથી રાજાએ તેને બહુ વિડંબના પમાડી મારી નાખ્યો. તે પુરેહિત કરી હું રાક્ષસ થયો. મેં જ નરસિંહ રૂપે આ નગરના રાજાને મેઢામાં પકડ્યો હતો. મારા મુખમાંથી તારા વડે મુક્ત થયેલે આ પુરુષ અહીને અધિપતિ છે. તારી વીરતાથી તુષ્ટ થયેલા મેં જ આ પુતળીઓ પાસે તારી ભક્તિ કરાવી છે. વળી આ નગરીના સર્વ લેકોને પણ મેં જ અદશ્ય કર્યા છે.
પછી ભીમકુમારના કહેવાથી રાક્ષસે અદશ્ય કરેલા મનુષ્યોને પ્રત્યક્ષ કર્યા અને રાજાને સિંહાસનારૂઢ કર્યા. રાક્ષસ
લ્યો, હે કુમાર! અહીંના ઉદ્યાનમાં કેવળી ભગવંત સમેસર્યા છે. તે સાંભળી કુમાર, મંત્રીપુત્ર, કનકરશે અને રાક્ષસ એ ચારે કેવળીને વાંદવા ગયાં,-વિધિપૂર્વક વાંદી દેશના સાંભળવા બેઠો. એવામાં કઈ ગજરાજ સૂઢ ઉછાળતે અને ગર્જના કરતો આવ્યો. તે જોઈ સર્વ સભા ક્ષેભ પામી, કેવળી બેલ્યાહે મહાનુભવેશાંત ચિત્તે બેસે, ડરવાનું કાંઈ પ્રયોજન નથી. એવામાં તે ગજેન્દ્ર ભીમકુમાર પાસે આવી, પ્રસન્ન ચિત્ત ઊભે રહ્યો. કેવળી બોલ્યા, હે લેકે ! આ ગજેન્દ્ર રૂપધારી પક્ષ આ રાજાના પિતામહ (દાદા)નો જીવ છે. નિજ પૌત્રની રક્ષા માટે આ ભીમકુમારને તે અહીં ઉપાડી લાવ્યો હતો. રાક્ષસના મુખમાં સપડાયેલા આ રાજાને