________________
૩ર૧
અર્થ:—બુદ્ધિનુ ફળ તત્ત્વની વિચારણા છે. શરીરની સાર્થકતા વ્રત ધારણ કરવામાં છે, ધનની શ્રેષ્ઠતા સુપાત્રદાનમાં છે. અને વાણીનું ફળ મનુષ્યા પર પ્રીતિ કરવી એ છે.
ઈત્યાદિ કુંડકાલિકનાં વચના સાંભળી નિરુત્તર થયેલા દેવ વિચારે છે. નિશ્ચય હું આને જીતવા અસમર્થ છું, હું તેનાથી હાર્યાં. એમ વિચારી તે મુદ્રિકા અને ઉત્તરીય મૂકી પેાતાના સ્થાને ગયેા. અહી શ્રી વર્ધમાનસ્વામી સમવસર્યા. દેવાએ સમવસરણ રચ્યું. કુંડકાલિક પણ પ્રભુનું આગમન સાંભળી વાંઢવા આવ્યો. વીતરાગને વિધિપૂર્વક વાંઢી સ્તુતિ કરી દેશના સાંભળવા બેઠા. દેશનાના અંતે પ્રભુએ દેવદાનવેાની વચમાં કુંડકેલિકને આધીને કહ્યું: “ હું કુડકાલિક ! તું ખપેારના વખતે અશેાકવાટિકામાં શિલા પર મુદ્રા અને ઉત્તરીય મૂકી સામાયિકમાં બેઠા હતા તેવામાં કોઈ દેવે પ્રગટ થઈ તે મુદ્રિકા તથા ઉત્તરીય લઈ જિનધની નિંદા અને મ'ખલીપુત્ર ગોશાળાધર્મની પ્રશંસા કરી, પરંતુ તે યુક્તિથી દેવતાને નિરુત્તર કરી નાખ્યો, તેના મતનું ખંડન કરી જિનધર્મનું મંડન કર્યું. તેથી હું શ્રમણેાપાસક! તું ધૃતપુણ્ય થયા છે. તે તારુ જીવન સફળ કર્યું" છે. ”
ઃઃ
પછી પ્રભુ સાધુ-સાધ્વીને ઉદ્દેશીને બાલ્યા : હે મહાનુભાવે ! કુંડકેાલિકે ગૃહસ્થ હાવા છતાં પેાતાની યુક્તિથી મિથ્યાષ્ટિ દેવને નિરુત્તર કર્યાં; તે પછી દ્વાદશાંગના જાણકાર એવા તમાએ તે અન્ય દનિકાને પરાસ્ત કરવામાં વિશેષ પ્રકારે સમર્થ થવું જોઇએ, તે સાંભળીને સાધુ-સાધ્વીનો
૨૧