________________
૩૩૪ આજે ગશાળકના ધર્મને મૂકી સર્વજ્ઞ સર્વદશી શ્રી વીર "ભાષિત ધર્મ સ્વીકાર્યો છે. માટે તું પણ પ્રભુ પાસે જઈ સત્ય ધર્મ સ્વીકાર અને તારા જીવનને સાર્થક કર. પતિનાં પ્રિયંકર વચન સાંભળી અત્યંત ખુશ થયેલી, અગ્નિમિત્રાએ સેવકને આદેશ આપ્યું. “હે સેવકો! રથ તૈયાર કરે.” એમ કહી તે સ્નાન કરી ઉત્તમ વસ્ત્રાભૂષણોથી અલંકૃત થઈ દાસીગણથી વેષ્ટિત થઈ રથ પર ચઢી તે પ્રભુ પાસે આવી. પ્રભુને વિધિપૂર્વક વાંદી ધર્મ સાંભળવા બેઠી. ધર્મ સાંભળી રોમાંચિત થયેલી તે બોલી, “હે ભગવન્! હું પંચ મહાવ્રત ગ્રહણ કરવા અસમર્થ છું, માટે સમ્યકત્વ પ્રધાન બાર વ્રતો ઉચરા, પ્રભુમુખથી બાર વતેને ગ્રહી પ્રભુને હર્ષિત હૈયે વાંદી ઘરે આવી. પ્રભુ પણ ભવ્યજીને પ્રતિબદ્ધતા સુવર્ણ કમળ પર પાદપશ્ચને મૂકતા અન્યત્ર વિહાર કરી ગયા. સાલપુત્ર પણ શ્રી જિનથી ઉપદિષ્ટ જિનધર્મને ભાવપૂર્વક આરાધતે ચઢતા પરિણામે સાધુ-સાધ્વીની ભક્તિ કરતાં સુખપૂર્વક રહેવા લાગ્યા.
અહીં શાળકે સાંભળ્યું કે સાલપુત્ર મારા ધર્મને મૂકી વર્ધમાન પ્રાણત ધર્મને સ્વીકારી અત્યંત ખુશ થઈ તેમના સાધુ-સાધ્વીની ભક્તિ કરે છે. તે વિચારવા લાગ્યઃ હાય ! હાય !! મારા મહાન ભક્તને પણ વીરે પ્રતિબોધી પિતાના મતમાં સ્થાપિત કર્યો. મને મેટી ખોટ પડી હું હમણાં પોલાસપુર જઈ યુક્તિયુક્ત દષ્ટાંત હેતુઓથી તે સાલપુત્રને પ્રિતિબોધી મારા મતમાં સ્થાપિત કરું છું. એમ વિચારી તે પોતાના શિષ્ય સાથે પલાસપુર આવ્યું. પિતાના ઉપાસ