________________
૩૩૮ સામે ઘરને બધે ભાર મેટા પુત્રને સેંપી પોતે પષધશાળામાં આવ્યું. જયણાપૂર્વક પ્રમાર્જના કરી, દર્ભના સંથારા પર બેઠે અને ભાવપૂર્વક સર્વ વ્રતનું સમ્યફ સ્મરણકરી વિધિપૂર્વક શ્રાવક પડિમા આરાધવા લાગ્યું. એક દિવસ તે નાકના અગ્રભાગ પર નેત્રને સ્થાપી ધ્યાનમાં બેઠે હતે. એવામાં હાથમાં ઉઘાડી તલવાર ધારણ કરતે કઈ દેવ બેલ્યો, “હે સદ્દાલપુત્ર! જે તું સ્વર્ગ થતાં અપવર્ગનાં સુખે ઈચ્છત હો તો આ તપસ્યા કાર્યોત્સર્ગ આદિ કષ્ટ ન કર. વ્રતને પડતા મૂક અને ઘેર જઈ ભેગેને ભેગવ. જે મારું કહેવું નહિ માને તે તારા પુત્રોને મારી તેના લેહીથી તને નવરાવીશ, આમ કરવાથી આધ્યાનમાં પડી અકાળે મરી દુર્ગતિમાં જઈશ.” કાનમાં તપ્ત ધાતુ રેડાવા જેવા આ શબ્દો સાંભળવા છતાં સદાલપુત્ર મેરુ જેમ નિશ્ચય થઈ ધર્મ ધ્યાનથી ચલિત ન થયે, તે જોઈ કેધ પામેલે દેવ સાલપુત્રના મોટા પુત્રને ઉપાડી લાવ્યું, અને તેને ચીરી તેને રુધિર વડે સાલપુત્રને સ્નાન કરાવ્યું. સદ્દાલપુત્રને નિશ્ચલ જાણી. તેણે કેમે કરી તેને બીજા, ત્રીજા અને ચોથા એમ ચારે પુત્રને ચીરી નાખી તેનું રુધિર સાલપુત્ર પર ચઢાવ્યું. હજી પણ આ ચલિત થયું નથી એમ જાણું દેવ બે
હે મૂઢ! મારું કહ્યું માન, નહીં તે હું તે તારી સ્ત્રીને પણ અહીં લાવી આવા જ હાલ કરીશ. જ્યારે દેવ આમ બે ત્રણ વખત છે ત્યારે સુદ્દાલપુત્ર વિચારવા લાગ્યું; “અરે! આને પહેલાં તો મારા પુત્રને મારી નાખ્યા. હવે ધર્મમાં સહાયક એવી મારી ભાર્યાને પણ મારવા ઈચ્છે છે. માટે આ પાપી દુષ્ટાત્માને હું બતાવું છું. એમ વિચારી તેને પડવા દેડ્યો.