________________
૩૫૦ -બંધન નથી. તે મેક્ષ જ ન કહેવાય. વળી સેળ વર્ષની
સુંદરી અને પચ્ચીસ વર્ષનો પુરુષ આ બન્નેની જે ગાઢ પ્રિીતિ તે જ સ્વર્ગ કહેવાય. માટે આ વ્રતને પડતાં મૂકી મારી સાથે સર્વ પ્રધાન એવા વિષય સુખ સેવ, કેમકે
કેમાં આપણું જે સગ મુશ્કેલ છે. આવી રીતે બોલતી હાવભાવ દેખાડતી, દીર્ઘ કટાક્ષે ફેંકતી રેવતી મહાશતક પાસે આવી ઊભી રહી. સ્ત્રીના વિકારી વચનો સાંભળ્યા છતાં મહાશતક શ્રાવક નિશ્ચળ થઈ એકાગ્ર ચિત્ત ધ્યાનમાં મગ્ન થશે. તે જોઈ રેવતીએ ફરી બે ત્રણ વખત કહ્યું તો પણ મહાશતકનું મન વિકારમાર્ગે ન ગયું, કેમકે જિન -વચનને પામેલા પુરુષનું હૃદય ઉત્તમ રૂપવાળી કઈ સ્ત્રી પણ હરણ કરી શકતી નથી. પોતાના વચનથી મહાશતકને કાંઈ અસર થઈ નથી એમ જાણી કંટાળેલી રેવતી પોતાના ઘરે પાછી આવી.
કેમે કરી મહાશતક પણ વિધિપૂર્વક પડિમાઓને આરાધતે ક્ષીણ શરીરવાળે થયે. શરીરને અત્યંત દુર્બળ જાણુ મહાશતકે સંલેખણ પૂર્વક અનશન સ્વીકાર્યું. અશુભ ધ્યાન મૂકી શુભ ધ્યાન ધ્યાતાં તેને આણંદની જેમ અવધિજ્ઞાન થયું.
એવામાં ફરી મદ્યપાન કરી મદેન્મત થયેલી રેવતી આવી અને મહાશતક પ્રતિ કામને ઉદ્દીપન કરનારા વચન બોલવા લાગી, હે પ્રાણનાથ ! આપના વિનયવાન પુત્રે હજી લઘુ વયના છે, તેમજ હું પણ યૌવનવંતી છું.