________________
ઉલ્લાસ નવમે
નંદિનીપ્રિય શ્રાવકનું ચરિત્ર
હવે સમગ્ર સિદ્ધાંત પારગામી સુધર્માસ્વામી શ્રી જમ્મસ્વામી અગ્ર નંદિનીપ્રિય શ્રાવકનું ચરિત્ર કહે છે –
આ ભરતક્ષેત્રમાં જ શ્રાવતી નામની નગરી છે, ત્યાં કષ્ટક નામનું અતિ રળિયામણું એક ચૈત્ય છે. ત્યાં પૂર્વે જિતશત્રુ નામને રાજા ન્યાય પૂર્વક રાજ્ય કરતો હતો. તે નગરીમાં સમૃદ્ધિશાળીમાં અગ્રેસર અને જગતમાં વિખ્યાત એવે નંદિનીપ્રિય નામક શ્રેષ્ઠી વસતે હતે. તેનું ચાર ચાર કેડ સુવર્ણદ્રવ્ય વ્યાપારમાં, વ્યાજમાં અને ભૂમિમાં નિધનરૂપે રોકાયેલું હતું. ગાયોના ચાર ગોકુળ સાથે બીજી પણ ઘણું સમૃદ્ધિ એ શ્રેષ્ઠીના ઘેર હતી. નંદિનીપ્રિયને અતિ પ્રિય રૂપ લાવણ્યોપેત અને શિયળ ગુણથી અલંકૃત અશ્વિની નામની ભાર્યા હતી. કુટુંબના નાયક એવા એ દંપતી પાંચ વિષયના સુખ ભોગવતાં કાળ સંક્ષેપ કરતા હતા.